For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા અને લીલિયામાં રૂા.34.95 કરોડના ખર્ચે 19 નવા રોડ મંજૂર

12:13 PM Nov 13, 2025 IST | admin
સાવરકુંડલા અને લીલિયામાં રૂા 34 95 કરોડના ખર્ચે 19 નવા રોડ મંજૂર

મુખ્યમંત્રીનો આભાર માનતા ધારાસભ્ય મહેશ કસવાલા

Advertisement

સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સઘન પ્રયાસોને પરિણામે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામો માટે ₹34.05 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ મંજૂર થવાથી બંને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ અને માળખાકીય સુવિધાઓનો કાયાકલ્પ થશે.

Advertisement

.આ યોજના હેઠળ સાવરકુંડલાના તેમજ લીલીયાના 19 નવા રોડ જેમાં રીસફેસિંગ તથા આનુંસંગિક બનશે.
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે સાવરકુંડલા અને લીલીયાના વિકાસ માટે આટલી મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે.

નવા મંજૂર થયેલા કામોમાં 19 નવા રોડ જેમાં લીલીયાના ગુંદરણ, અમૂતવેલ, મોલડી, હરીપર, એકલરા, દેવળિયા, કણકોટ હાથીગઢ, ભેસાણ, ભોરીગડા, ચારોડીયા, સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ, મીતીયાળા, વંડા, મેકડા, જાંબુડા, વીજપડી, આંબરડી દોલતી, ફીફાદ, ઘોબા, પીપરડી, મઢડા, આંકોલડા મેકડા ડેડકડી પીઠવડી ભેન્કરા, સીમરણ, જીરા, નાના ભામોદ્વા ગામોની કનેક્ટિવિટી અટકશે નહીં અને નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ગ્રાન્ટ અમારા વિસ્તારના લોકોની સુખાકારી અને વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે કટિબદ્ધ છે અને આ યોજના તેનો ઉત્તમ દાખલો છે. આ વિકાસ કાર્યોની મંજૂરીથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છવાઈ છે અને આશા છે કે આ કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી આ વિસ્તારના લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement