તાવ-શરદી-ઉધરસના 1837 કેસ, કમળાએ યુવકનો ભોગ લીધો
ચોમાસા સાથે રોગચાળો પણ જામ્યો, ગંદકી અને સફાઇ મુદ્દે બેદરકારી 267 આસામીઓને મનપા દ્વારા નોટિસ ફટકારાઇ; 28 મિલકતદારોને રૂા.14800નો દંડ
એક જ અઠવાડિયામાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતા હોસ્પિટલો ઉભરાઇ
ચોમાસાની શરૂઆતથી જ રોગચાળાએ શહેરને બાનમાં લીધું છે. શહેરમાં કમળાએ હાહાકાર મચાવ્યો છે. આજે કમળાની ગંભીર બિમારીથી યુવાનનું મોત નિપજયું છે. છેલ્લા પખવાડીયામાં રોગચાળાથી 8થી વધારે મોત નિપજયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસ, ડેન્ગ્યુ, મેલેરીયા સહીતની બિમારીના 1837 કેસ નોંધાતા સારવાર માટે સરકારી સહીત ખાનગી હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલ ઉદ્યોગનગર ક્વાર્ટરમાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પતરીયા નામના 29 વર્ષના યુવકને કમળાની બીમારી ત્રણ દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાને સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ ઘટના અંગે પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.23/6/2025 થી તા.29/06/2025 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 37,014 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 341 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવે રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 753 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂઆલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 68 અને કોર્મશીયલ 267 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 28 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ રૂૂા.14,800/- નો વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.