રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં 181 મહિલા હેલ્પલાઈનની વાનના ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો : જાનહાની ટળી

12:00 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

સરકારી અને અર્ધસરકારી વાહન ચાલકોને જાણે કોઈનો ડર ન હોય તેમ બેફામ વાહનો દોડાવી રહ્યા છે. જેના કારણે અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં ગોંડલ ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનની વાનના ચાલકે ડ્રાઇવિંગમાં બેદરકારી દાખવી હોય તેમ અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારમાં નુકશાન પહોંચ્યું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. 181 મહિલા હેલ્પલાઈનના સૌરાષ્ટ્ર-કચ્છના કો-ઓર્ડીનેટર અને ગાયત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જવાબદાર વ્યક્તિએ પોતાના પાઈલોટના બચાવમાં ઘટના પાછળ ઢાંક પીછેડો કરવા પ્રયત્ન કરી લુલો બચાવ કર્યો હતો. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનની ટીમ નૈતિક ફરજ મુજબ ગત તા.9 ફેબ્રુઆરીના રોજ હોસ્પોર્ટમાં હતી.ખાનગી કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

Advertisement

 

બાદમાં 181 મહિલા હેલ્પલાઈનની ટીમ દ્વારા અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સમજાવટ બાદ ખાનગી કારના ચાલકે 181 મહિલા હેલ્પલાઈનની કારમાં થયેલ નુકશાન રીપેરીંગ કરાવી આપતા મામલો થાળે પડ્યો હતો. આ અંગે 181 મહિલા હેલ્પલાઈનના પાઇલોટ પિયુષ સરવૈયાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું. કે અમારી વાન ચાલી જતી હતી. ત્યારે ખાનગી કારના ચાલકે કાવો મારતા અમારી વાન ખાનગી કારના પાછળના ભાગે અડી જતા માઇનોર અકસ્માત સર્જાયો હતો. જ્યારે કાઉન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અકસ્માત બાદ પાઇલોટ ગાડી રીપેરીંગ માટે ગેરેજમાં લઈ ગયા હતા. અને ગાડી આશરે ત્રણેક કલાક સુધી ઓફ રોડ કરી બંધ કરવામાં આવી હતી. આ ઘટના અંગે 181 મહિલા હેલ્પલાઈનમાં વાનનો કોન્ટ્રાકટ ચલાવતા ગાયત્રી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જવાબદાર બોનીભાઈ સાથે વાત કરતા તેમને ઘટના પાછળ પડદો પડવાની કોશિશ કરી હતી. અને કોઈ એવો મોટો અકસ્માત સર્જાયો નથી. કે જેમાં ત્રણ ચાર વ્યક્તિના મોત થયા હોય અને આ માઇનોર અકસ્માત છે તેમ જણાવ્યું હતું. જો માઇનોર અકસ્માત જ સર્જાયો હતો. તો પછી ખાનગી કારના ચાલક પાસે ગાડી કેમ રીપેર કરાવડાવી? અને જો માઇનોર અકસ્માત હતો. તો 181 મહિલા હેલ્પલાઈનની વાન ત્રણ કલાક સુધી ઓફ રોડ કરાવી કેમ બંધ રાખવી પડી હતી? તેવા સવાલના જવાબ આપવામાં બોનીભાઈ ગોટે ચડ્યા હતા. અને બોનીભાઈએ ગોળગોળ વાતો કરી પોતાના પાઈલોટનો લુલો બચાવ કરી ઘટના પાછળ ઢાંક પીછેડો કરવા પ્રયત્ન કર્યો હતો.

Tags :
gondalgondal newsgujaratgujarat newsWomen's Helpline
Advertisement
Next Article
Advertisement