અમરેલીની એક્સિસ બેંકમાં બનાવટી દસ્તાવેજથી 18 શખ્સોએ રૂા. 1.72 કરોડની લોન લઈ લીધી
- એક શખ્સ રૂા. 20 લાખની લોન લેવા આવ્યો ને કૌભાંડનો ભાંડો ફૂટ્યો, 1.56 કરોડની ચીટિંગની ફરિયાદ
અમરેલીની એક્સિસ બેન્કની લોન ડિપાર્ટમેન્ટ શાખામાંથી છેલ્લા ત્રણ વર્ષમાં બે મહિલા સહીત અઢાર શખ્શોએ બનાવટી દસ્તાવેજો રજુ કરી રૂૂ 1.72 કરોડની પર્સનલ લોન લઇ બેન્કના હપ્તા રેગ્યુલર ન ભરતા બેન્ક સાથે રૂૂ 1.56 કરોડની છેતરપિંડી કર્યાની તેમજ એક શખ્શ દ્વારા બનાવટી દસ્તાવેજો રજુ કરી રૂૂ 20 લાખની લોન મેળવવાની પ્રયાસ કરવા અંગેની ફરિયાદ અમરેલી સિટી પોલીસમાં નોંધાયેલ હતી.પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ એક્સિસ બેંકમાં ફાયનાસીયલ ક્રાઇમ ઇન્ટેલીઝન્ટ યુનિટમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા મોહમંદ ઈમ્તિયાઝ મોહમદ ઝમીલ મુનશી એ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવેલ હતું કે અમરેલી એક્સિસબેંક દ્વારા ફક્ત નોકરિયાત વર્ગને પર્સનલ લોન આપવામાં આવે છે.
જેમાં લોન લેનાર કર્મચારી જે તે કંપની કે સરકારી કચેરીમાં નોકરી કરતો હોય તે અંગેના બેન્ક દ્વારા આધાર પુરાવા લેવામાં આવે છે આવી કર્મચારી તરીકે ની પર્સનલ લોન લેનારા કલ્પેશ બાલાભાઈ સોલંકી , રે દામનગર ,અલ્પેશ જીતેન્દ્રભાઈ મજેઠીયા રે અમરેલી , કેતન મધુભાઈ રાઠોડ રે બાબરા , હિમ્મતસિંગ નંદલાલ ડામોર રે ભુરખિયા , કિશન ભરતભાઈ ગોહિલ રે આંબરડી , નીકિતાબેંન શૈલેષભાઇ લુણાગરિયા રે ભુરખિયા , પૂજાબેન કલ્પેશભાઈ સોલંકી રે ચરખા , જનક સોમજીભાઈ વાડોદરિયા રે ચરખા , ભીખુપરી નટુપરી ગોસાઈ રે લુણકી , વાલજી મધુભાઈ પંચાસરા રે પીપળવા , રાકેશ ભરતભાઈ હિરપરા રે ભુરખિયા , પાયલ ઉમેશભાઈ કથીરિયા રે ચાવંડ , પાર્થ ચીમનભાઈ સુખડીયા રે આંબરડી , મીનાબેન ભાવેશકુમાર લશ્કરી રે ભુરખિયા , મનસુખ જીણાભાઇ શેખડા રે પાડરશીંગા , જીગ્નેશ હિંમતભાઇ જાગાણી રે પાડરશીંગા , અંકુર ભરતભાઈ ધાનાણી રે જેશીંગપરા અમરેલી , આંનદ કિરીટકુમાર જોશી રે રાજકોટ સહિતના અઢાર શખ્શોએ છેલ્લા ત્રણ વર્ષમાં રૂૂ પાંચ લાખ થી લઇ પંદર લાખ સુધીની પર્સનલ લોન લીધેલ હતી આ તમામ શખ્શોએ પર્સનલ લોન લીધા બાદ રેગ્યુલર લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ જતા બેન્ક દ્વારા રેગ્યુલર હપ્તા ભરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
જેમાં લોન મેળવનાર ના મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઇ શકેલ ન હતો.જેથી બેન્કના જવાબદાર કર્મચારી દ્વારા આવા લોન ધારકોએ રજુ કરેલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવેલ હતી જેમાં આ અઢાર લોન ધારકો માંથી એકપણ લોન ધારક કોઈ કંપનીમાં કે સરકારી નોકરી ન કરતો હોવાનું જાણવા મળેલ હતું તેમજ લોન ધારકોએ બેંકમાં રજુ કરેલ રહેઠાણના પુરાવા પણ બોગસ હોવાનું ખુલેલ હતું તેમજ કર્મચારી તરીકે ની પર્સનલ લોન મેળવવા માટે જે આધાર પુરાવા રજુ કરવામાં આવેલ હતા તે તમામ આધાર પુરાવા બનાવટી હોવાનું જણાય આવેલ હતું આ અઢાર લોન ધારકોએ કુલ રૂૂ 1.72.45.000 ની પર્સનલ લોન લીધેલ હતી.
આ લોન લીધા બાદ લોન ધારકોએ શરૂૂઆત માં રેગ્યુલર હપ્તાઓ ભરેલ હતા બાદમાં હપ્તાઓ ભરવાનું બંધ કરી દીધેલ હતું જેમાં કુલ રૂૂ 1.56.78.401 જેવી માતબર રકમની છેતરપિંડી વિશ્વાસઘાત કરવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી તેમજ મયુર અરવિંદભાઈ જાગાણી રે પાડરશીંગા વાળા શખ્શે બોગસ દસ્તાવેજો રજુ કરી રૂૂ વિસ લાખની લોન લેવાનો પ્રયાસ કરેલ હતો.ત્યારે એક્સિસ બેન્ક ની લોન શાખામાં એકી સાથે ઓગણીશ શખ્શો એ બનાવટી દસ્તાવેજો ના આધારે લીધેલ પર્સનલ લોન થી ભારે ચકચાર સાથે આવી ઘટનામાં બેન્ક ના કર્મચારી પણ સંડોવાયેલ હોવાની ભારે ચર્ચા ઉઠેલ હતી ઘટનાની મહિલા સી ટી પી એસ આઈ કે એમ પરમારે તપાસ હાથ ધરેલ હતી.