સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો તા.17થી 19 યુવક મહોત્સવ
33 ઇવેન્ટમાં 82 કોલેજના 1803 સ્પર્ધકો કલાના ઓજશ પાથરશે: છાત્રાઓ માટે મહિલા કમિટીની રચના: શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્સાહિત અને પુરસ્કૃત કરવા તેમજ યુવાનોની શક્તિને પ્રગટાવતી વિવિધ સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પર (બાવન) મો યુવક મહોત્સવ "ઉદેતી’ (સુર્યોદયની તિથિ)નું આયોજન આગામી તા. 17,18 અને 19 ઓકટોબર એમ ત્રણ દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર પર (બાવન) મા યુવક મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની 82 કોલેજોના કુલ 1803 સ્પર્ધકો કલા, સાંસ્કૃતિક અને સાહિત્ય એમ ત્રણ વિભાગોની જુદી જુદી 33 ઈવેન્ટસ માં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પર (બાવન) મા યુવક મહોત્સવ "ઉદેતી”નું ઉદઘાટન તા. 17/10/2024 ગુરૂવારના રોજ 12:00 કલાકે ગુજરાત રાજયના કેબીનેટકક્ષાના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાના હસ્તે કરવામાં આવશે. આ યુવક મહોત્સવના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ પ્રોફે. ચેતનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.આ યુવક મહોત્સવમાં સ્પર્ધકોને પુરસ્કારમાં પ્રથમ આવનારને રૂૂા. 2500/- દ્વિતિયને રૂૂા. 1500/- અને તૃતીયને રૂૂા. 1000/- રોકડ પુરસ્કાર, શીલ્ડ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત પર (બાવન) મા યુવક મહોત્સવને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. (ડો.) કમલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી 14 કમિટીઓની રચના કરવામાં આવેલ છે. આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીનીઓને લગતા પ્રશ્નોના નિવારણ માટે સૌપ્રથમવાર એક મહિલા કમિટીની રચના કરવામાં આવી છે.આ યુવક મહોત્સવને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યઓ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યઓ, ભવનોના અધ્યક્ષઓ, સંલગ્ન કોલેજન આચાર્યઓ, યુનિવર્સિટીના અધિકારીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા કુલપતિ પ્રોફે. (ડો.) કગલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.