વિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીના તમામ ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસમાં NIAની કામગીરી મહત્વની રહેશે તેમજ બ્રિટિશ હાઈ કમિશનની ટીમનો પણ સમાવેશ થશે.
મુખ્યત્વે ગુજરાત પોલીસ, ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, NSG, NIA, સહિતની એજન્સીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈને ઝીણવટ પૂર્વકની તપાસનો દોર શરૂૂ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ NIAની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસની શરૂૂઆત કરી છે. તપાસ કમિટીએ એસઆરપી કેમ્પમાં પોતાનું હેડક્વોટર બનાવ્યું છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં શુક્રવારના દિવસે 17 ટીમો તપાસમાં જોતરાઈ છે. જેમાં અમદાવાદ ફાયર, બ્રિટિશ હાઈ કમિશન, NIA, MOH, DGCI સ્ટેટSL, NFSU, ARFF, CISF, BSF, ARMY,, સ્ટેટ આઇબી, સ્ટેટ વિજિલન્સ, સેન્ટ્રલIB, PMO એક્સપર્ટની એક ટીમ, CMO એક્સપર્ટની એક ટીમ, AIB (એરક્રાફ્ટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો)નો સમાવેશ થાય છે.
તકસાધુઓ મૃતદેહ પરથી દાગીના લૂંટતા જોવા મળ્યા
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની ઘટનાએ શહેરના બે પાસાં બતાવ્યા - એક દયાળુ અને એક લોભી. મૃતદેહો વેરવિખેર પડ્યા હતા અને બચાવ ટીમો જીવ બચાવવા માટે દોડી ગઈ હતી, ત્યારે કેટલાક લોકો બચાવ કામગીરીમાં અવરોધ ઊભો કરીને પણ પીડિતોના સામાનમાં કિંમતી વસ્તુઓ શોધવામાં વ્યસ્ત હતા. ક્રેશ સાઇટ પર પહોંચનારા સૌપ્રથમ પહોંચેલા રેલવે પ્રોટેક્શન ફોર્સ ( RPF) એ મૃતદેહો બહાર કાઢતી વખતે આ ચોરોને જોયા. RPFના જઈં ચેતન કુમારે જણાવ્યું, જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે અમને જાણવા મળ્યું કે કેટલાક ચોર તેમની સાથે લઈ જવા માટે બાકીનો સામાન શોધી રહ્યા હતા. તે બચાવ કાર્યમાં ખલેલ પહોંચાડી રહ્યું હતું. તેથી તેમને રોકવા માટે અમારે સુરક્ષા કડક કરવી પડી. RPFએ ઘટનાસ્થળેથી 3 લાખ રૂૂપિયાના સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ કબજે કરી અને તેમને શહેર પોલીસને સોંપી દીધા હતા. છઙઋના એક કર્મચારી, જઈં સુરેન્દ્ર કુમાર, એક ઝાડ નીચે પડી જવાથી અથડાઈ ગયા હતા. તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવા છતાં, તેમણે કામ ચાલુ રાખી ફરજનિષ્ઠા દર્શાવી હતી.