For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 17 શખ્સો ઝડપાયા

10:55 AM Sep 13, 2024 IST | admin
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં 17 શખ્સો ઝડપાયા

રૂા.63 હજારનો મુદ્દામાલ કબજે કરતી પોલીસ

Advertisement

ખંભાળિયા નજીક આઈ.ટી.આઈ. કચેરીની પાછળના ભાગે મધ્ય રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા કિશોર દેવરાજ કણજારીયા, સુધીર રમેશ નકુમ, સતીશ રાજેન્દ્ર પરમાર, રજનીકાંત કાંતિલાલ ચોપડા અને કલ્પેશ રતિલાલ નકુમ નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઇ, કુલ રૂૂપિયા 26,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામેથી એલ.સી.બી. એ.એસ.આઈ. ડાડુભાઈ જોગલ તેમજ ટીમ દ્વારા પાડવામાં આવેલા જુગાર દરોડામાંથી દેવરખી જોધા છુછર, દેવા કારા બાબરીયા, દેવશી રાજા પરમાર, કિશન દેસા બાબરીયા, ફોગા બુધા ઠુંગા અને આલા બુધા ઠુંગા નામના છ શખ્સોને પોલીસે ઝડપી લઇ, મોબાઈલ સહિત કુલ રૂૂ. 18,720નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ભાણવડ તાબેના જામ રોજીવાડા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે મોડી રાત્રિના સમયે પાના ટીંચતા નૂરમામદ જુસબ હિંગોરા, જીતેન્દ્ર દેવશી ગોરફાડ, ભીમશી કરસન પાથર, કમલેશ ભીમા કારેણા, યુનુશ ભીખુ હિંગોરા અને નિતેશ જીવા ગોરફાડને રૂૂ. 18,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement