ફાર્મહાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના ઉદ્યોગકાર સાથે 17 લાખની છેતરપિંડી
રાજકોટના જ બિલ્ડરે 2016માં ફાર્મહાઉસ બનાવી આપવા રકમ મેળવી લઇ હાથ ખંખેરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઇ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસે ફાર્મ હાઉસ બનાવી આપવાના બહાને રાજકોટના એક ઉદ્યોગકાર પાસેથી રાજકોટના જે બિલ્ડરે કટકે કટકે સતર લાખ રૂૂપિયા મેળવી લીધા પછી ફાર્મ હાઉસ બનાવી નહીં આપી રકમ પણ પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે બિલ્ડર આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેની શોધી રહી છે. જેની સામે સિટીના એક થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ગંગોત્રી મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા અને અગાઉ રબરની ફેક્ટરી ધરાવતા હરીશભાઈ સોમનાથભાઈ પંડ્યા નામના 65 વર્ષના બુઝુર્ગે પોતાની સાથે રૂૂપિયા 17 લાખની છેતરપિંડી કરવા અંગે રાજકોટમાં જ સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઈ કુંવરજીભાઈ મારુ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી હરેશ ભાઈ પંડ્યા કે જે પોતાની રબરની ફેક્ટરી બંધ કરી હતી, અને અન્ય પાર્ટીને વહેચી નાખી હતી, જેના વેચાણની રકમ આવવાથી તેઓએ ફાર્મ હાઉસ માં રોકાણ કરવા માટે જીતેન્દ્રભાઈ મારુ સાથે સંપર્ક કર્યો હતો, અને 2016ની સાલમાં 24,50,000 માં ફાર્મ હાઉસ ઉભું કરવા માટેનો શોદો કરીને તે પેટે કટકે કટકે રોકડ તેમજ ચેક મારફતે ફૂલ સતર લાખ રૂૂપિયા ચૂકવ્યા હતા.જેને આટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં જીતેન્દ્રભાઈ મારુ એ કોઈ પણ પ્રકારનું બાંધકામ કે ફાર્મ હાઉસ તૈયાર કરીને આપ્યુંન હતું, કે કોઈપણ પ્રકારની રકમ પણ પરત કરીન હતી.
આખરે હરીશભાઈએ જામનગરના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને જીતેન્દ્ર મારુ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ વાય.પી.ગોહિલે આઈપીસી કલમ 406 મુજબ ગુનો નોંધ્યો છે. જે આરોપી હાલ ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.
આરોપીએ અગાઉ પણ જેલવાસ પણ ભોગવ્યો છે
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હોલીડે સિટીમાં ફાર્મ હાઉસ અને ક્લાસિકા રેસીડેન્સી બનાવવાના બહાને આરોપી જીતેન્દ્રભાઈ મારુ કે જેણે અન્ય કેટલાક વ્યક્તિઓ પાસેથી પણ ફાર્મ હાઉસ અથવા તો ફ્લેટ બનાવી આપવાના બહાને નાણા પડાવી લીધા હતા. જે અંગેની રાજકોટ સહિત અન્ય સ્થળોએ પણ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે, અને કેટલીક ફરિયાદના પ્રકરણમાં જેલવાસ ભોગવવાનો પણ વારો આવ્યો છે.તાજેતરમમાં જેલમાંથી જામીન મળ્યા હતા, પરંતુ હાલ તે ફરાર છે, અને પોલીસ શોધી રહી છે. જેણે રાજકોટ સહિતના અનેક લોકોનું મોટી રકમનું ફુલેકું ફેરવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.