For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધુળેટીએ 1680 પોલીસ તૈનાત રહેશે, ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વોચ

05:12 PM Mar 13, 2025 IST | Bhumika
ધુળેટીએ 1680 પોલીસ તૈનાત રહેશે  ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વોચ

શહેરના 32 જેટલા સંવેદનશીલ ધાબા પોઈન્ટ ઉપરથી પોલીસ નજર રાખશે

Advertisement

પોલીસ હેડક્વાર્ટર ખાતે સ્ટાફ દ્વારા વર્ષોથી યોજાતી ધુળેટીની ઉજવણી રદ કરાઈ

આવતીકાલે 14 માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે અને મુસ્લિમોના પવિત્ર રમજાનના જુમ્માનો શુક્રવાર હોય ત્યારે ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે. આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના નિરિક્ષણ હેઠળ 1680 પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં શહેરના અલગ અલગ 32 જેટલા સંવેદનશીલ પોઈન્ટ ઉપર ખાસ ધાબા પોઈન્ટ અને પોલીસનો વધારાનો બદોબસ્ત ગોઠવવામાં આવશે.તેમજ રેસકોર્ષ ખાતે વ્રજ અને વરુણને તૈનાત રાખવામાં આવશે.

Advertisement

ઉપરાંત ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વોચ રાખશે. રેસકોર્સ રીંગ રોડ ઉપર મહિલા શી ટીમ સહીત શહેરભરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ કરશે, રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે વર્ષોથી યોજાતા ધુળેટીની ઉજવણી આ વર્ષે નહી કરવા પોલીસ કમિશર દ્વારા જાહેર કરી પોલીસ સ્ટાફને બંદોબસ્ત માટે તૈનાત રખાશે.
ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ધુળેટી અને જુમ્માના શુક્રવાર એક સાથે હોય જેને લઈને રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના નિરિક્ષણ હેઠળ ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર,ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી અને પી.આઈ,પીએસઆઈ અને સ્ટાફ સહિત 1680 પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે.તેમજ ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ, આર્થિક ગુના નિવારણ સેલની ટીમ તેમજ ક્યુઆરટીની ટીમ શહેરભરમાં પેટ્રોલિંગ કરશે, તેમજ પીસીઆર ઉપરાંત 10 વધારાના વાહનો પેટ્રોલિંગ માટે ફાળવવા માં આવ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર ખાસ વોચ રાખવા સાયબર ક્રાઈમની ટીમને જવાબદારી સોપવામાં આવી છે. ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે વધુ માં જણાવ્યું કે, હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવા આવ્યો છે છતાં કોઇ પણ વ્યક્તિ ગોઠ ઉઘરાવવા મળી આવશે અથવા તો તેની સામે પોલીસ ગુનો નોંધશે. ગોઠ ઉઘરાવવા અંગે વિડીયો કે ફોટો દ્વારા કોઇપણ જાગૃત નાગરિક ફરિયાદ કરી શકે છે.
તહેવાર ઉપર અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવું નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી. હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે સોસાયટીઓ, શેરીઓ, ચોક, જાહેર સ્થળો, ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકઠા થતા હોય ત્યારે પોલીસ પણ તકેદારી ભાગ રૂૂપે શહેરભરમાં સઘન પેટ્રોલિંગ કરશે, આજે 13/03/2025 ના રોજ સવારે 7 વાગ્યાથી 14/03/2025 ના રોજ રાત્રિ 12 વાગ્યા સુધી પોલીસનું જાહેરનામું અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)-2023 ની કલમ 223 અને ૠઙ એક્ટની કલમ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

ધુળેટીના તહેવાર માટે પોલીસે માર્ગદર્શિકા જાહેર કરી
રાજકોટ પોલીસ કમિશનરે હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન પાણીના ફુગ્ગા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડી માર્ગદર્શિકા જાહેર કરી છે,જેમાં જાહેર રસ્તાઓ પર રાહદારીઓ પર રંગ, ફુગ્ગા કે તેલયુક્ત પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ મુક્યો છે. ધુળેટીના દિવસે મહિલાઓ, બાળકો અને રાહદારીઓ પર રંગો અથવા પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકનાર સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરશે, ગેંગ બનાવીને અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી.

Advertisement
Tags :
Advertisement
Advertisement