પાલનપુરમાં અનામત આંદોલન સમયે નોંધાયેલા 167 કેસ પાછા ખેંચાયા
પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસોના મામલે રાજ્ય સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે કુલ 167 જેટલા કેસ નોંધાયા હતા. એટલે કે કુલ 167 વ્યક્તિઓ સામે આંદોલન સમયે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ આંદોલન સમયે પાલનપુરમાં 2 વ્યક્તિઓના મોત પણ થયા હતા. જોકે હવે સરકાર દ્વારા પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન થયેલા 167 લોકો સામેના કેસોને પરત ખેંચવામાં આવ્યા હતા. કુલ 167 વ્યક્તિઓ સામે આંદોલન સમયે કેસ થયા હતા. જેમની સામે ચાર્જશીટ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પાટીદાર પ્રતિનિધિ મંડળ દ્વારા તમામ કેસોને પરત ખેંચવા માટે અનેકવાર મુખ્યમંત્રી સહિત સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેથી આ મામલે રાજ્ય સરકાર દ્વારા પાટીદારો સામે થયેલા 167 કેસોને હવે પરત ખેંચવામાં આવ્યા છે. લોક અદાલત દ્વારા આવતીકાલે ચુકાદાની નકલ આપવામાં આવશે. જેથી આ મામલે બનાસકાંઠાના પાટીદાર સમાજમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.