For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશે

04:34 PM Sep 20, 2025 IST | Bhumika
કેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશે

4 DCP, 12 ACP, 20 PI, 70 PSI સહિત કેન્દ્રીય સુરક્ષા દળની ટીમને જવાબદારી સોંપાઇ, વાહન પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા

Advertisement

રાજકોટના રેસકોર્સ મેદાનમાં 22મી સપ્ટેમ્બરે સોમવારે નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેમની સુરક્ષાને લઇને પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. કેન્દ્રીય ગુહ પ્રધાનની સુરક્ષા માટે 4 ડીસીપી,12 એસીપી,20 પી.આઈ, 70 પીએસઆઈ સહીત 1660 પોલીસ તૈનાત રહેશે. ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર ખેડૂતો અને મહેમાનોના વાહનો માટે પાર્કિંગ માટે અલગ અલગ સ્થળે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સોમવારે 22મી સપ્ટેમ્બરના બપોરે 1.30 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાજકોટ જિલ્લા સહકારી બેંક અને અન્ય 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાવા જઈ રહી છે. દર વર્ષે આ સભા જામકંડોરણા ખાતે યોજાતી હોય છે પરંતુ આ વર્ષે આ વખતે રાજકોટ ખાતે યોજાઇ રહી છે. આ સહકારી મહાસંમેલનમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકથી આ કાર્યક્રમની શરૂૂઆત થશે. સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. જે બાદ રેસકોર્સ મેદાનમાં વાર્ષિક સાધારણ સભા યોજાશે.

Advertisement

ચૌધરી હાઇસ્કુલ ચોક થી લઇ રેસકોર્સ મેદાન સુધી કેન્દ્રીય ગુહ મંત્રીની સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના નિરીક્ષણ હેઠળ ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,ડીસીપી ટ્રાફિક ડો.એચ.એમ.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ 12 એસીપી, 20 પી.આઈ, 70 પીએસઆઈ, 589 પોલીસ સાથે 110 મહિલા પોલીસ તેમજ 450 હોમગાર્ડ અને 405 ટીઆરબીને બંદોબસ્તની જવાબદારી સોપાઈ છે.

અમિત શાહના અધ્યક્ષ સ્થાને સહકારી સંમેલન યોજાવાનું હોય જેમાં પોરબંદરના લોકસભાના સાંસદ મનસુખ માંડવીયા ઉપરાંત સાંસદો, ધારાસભ્યો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે. રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સેવા મંડળી, દૂધ મંડળી તેમજ મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો પણ ઉપસ્થિત રહેવાના હોય તમામના વાહનો માટે અલગ અલગ સ્થળે પાર્કિગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ અને કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં અમિત શાહના આગમન સ્થળથી લઈ ડિસ્ટ્રીકબેન્ક ખાતેના પ્રતિમાના અનાવરણ સ્થળ તેમજ રેસકોર્સ ખાતેના સભાસ્થળે સુરક્ષા અંગે ચકાસણી કરી હતી. જેમાં બેમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement