For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટથી 1600 ટન ચિરોડી કલર દેશભરમાં મોકલાયો

04:21 PM Oct 16, 2025 IST | Bhumika
રાજકોટથી 1600 ટન ચિરોડી કલર દેશભરમાં મોકલાયો

દિવાળી પર્વની ખરીદી દરમિયાન બહેનો તથા દીકરીઓમાં રંગોળી કરવા ચિરોડી કલરની ખરીદી કરવા પણ ખૂબ ઉત્સાહ જોવા મળે છે. બજારમાં ચિરોડી કલરના વેપારીઓ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે કલરની ડબલ ડિમાન્ડ જોવા મળે છે. જેમાં આ વખતે બજારમાં 14 નવા રેડિયમ શેડ જોવા મળે છે.

Advertisement

વધુમાં તેમને જણાવ્યું હતું કે, દર વખતે 800 ટનનો વેપાર હોય છે, પરંતુ આ વખતે 16000 ટનનો વેપાર છે. જેમાં શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારના લોકોની ખૂબ માંગ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વલસાડ, વાપી, નવસારી, દાદરાનગર હવેલી, સંતરામપુર, ઇડર, ભીલોડામાં કુલ 1000 ટન કલર મોકલવામાં આવ્યો. આ ઉપરાંત તમિલનાડુના તિરુનેલવેલ્લી, કોલકાતાના વાસ્કોદ વિસ્તારમાં તથા આસોનસોલમાં અને ગોવામાં પણ અહીંનો કલર મોકલવામાં આવ્યા છે. રાજસ્થાનમાં બિયાવર, કોટા, જોધપુરમાં 200 ટન કલર મોકલાવાયો. આ પ્રકારના નવા શેડવાળા કલરમાં અંધારામાં પણ ઝગમગે છે તથા તેમાં ઇંઙ21 પીગમેન્ટનો ઉપયોગ કરાયો છે.

આ વર્ષે પહેલી વાર યુપીના ગોકુળ, મથુરા, વૃંદાવન, બરસાના સહિતના વિસ્તારમાં 40 ટન કલર મોકલાવવામાં આવ્યો. આ વર્ષે રેડિયમ કલરના શેડમાં રેડિયમ ઓરેન્જ, પિંક, યલો, ગ્રીન, સી ગ્રીન, સિલ્વર સહિતના 14 કલર જોવા મળશે. આ કલર તડકામાં ઝાંખા નથી પડતા તથા પાણીમાં કલર નાખવામાં આવે તો પાણી કલરવાળું બનતું નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement