સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત
16 બેઠકો સામાન્ય, 2.66 લાખથી વધુ મતદારો : નવુ સીમાંકન જાહેર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ 2,66,733ની વસ્તીનો સમાવેશ કરાયો છે જે અનુસાર વોર્ડ દિઠ સરેરાશ 20,518ની વસ્તી રહેશે. તેમજ 54 બેઠક પૈકી 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠકો ફાળવવામાં આવી છે. ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
રાજ્ય સરકાર દ્વારા 01-જાન્યુઆરી-2025થી સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગરપાલીકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે આગામી મહાનગરપાલિકાનાી ચૂંટણીને ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગ સહિત રાજકીય ગતવીધીઓ તેજ બની છે અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડનું નવું સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા બન્યા બાદ ચૂંટણી સહિતની પ્રક્રિયાઓ અંગે સરકાર દ્વારા વિવિધ વોર્ડ, બેઠક, બેઠકનો પ્રકાર, વસ્તી, મતદારો, જ્ઞાાતિ આધારીત માહિતી, સીમાંકન વગેરે માહિતીના આધારે નવું સીમાંકન વર્ષ 2011ની વસતી ગણતરીના છેલ્લા આંકડાને ધ્યાને લઈ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. તે મુજબ મહાનગરપાલિકાની કુલ વસ્તી 2,66,733 થાય છે.
જાહેરનામા મુજબ મહાનગરપાલિકાને 13 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે અને દરેક વોર્ડની સરેરાશ વસ્તી 20,158 થાય છે. આ ઉપરાંત મહાનગરપાલિકા માટે પાંચ બેઠકો અનુ.જાતિ માટે ફાળવવામાં આવી છે. તે પૈકી બે બેઠક અનુ.જાતિ મહિલા માટે અનામત રહેશે.
વોર્ડદિઠ બે બેઠક મહિલા અનામત
નિયમ મુજબ દરેક વોર્ડમાં 4 કાઉન્સેલર રહેશે અને દરેક વોર્ડમાંથી બે બેઠકો મહિલાઓ (અનુ.જાતિ, અનુ.આદિજાતિ, પછાતવર્ગની મહિલાઓ)ઓ માટે અનામત રહેશે. જ્યારે અનુ.જાતિ, અનુ.આદિ જાતિ અને પછાતવર્ગની બેઠકો પણ વસ્તી અને તેની ટકાવારીના ઉતરતા ક્રમમાં ગોઠવી નક્કી કરવામાં આવી છે.
અનુ.જાતિ અને અનુ.આદિજાતિના વોર્ડ
અનુ.જાતિની વસ્તીની ઉંચી ટકાવારીના ક્રમ મુજબ વોર્ડ નં.11માં અનુ.જાતિ, વોર્ડ નં.13માં અનુ.જાતિ મહિલા, વોર્ડ નં.6 માં અનુ.જાતિ, વોર્ડ નં.9માં અનુ.જાતિ મહિલા અને વોર્ડ નં.8માં અનુ.જાતિ બેઠક ફાળવવામાં આવશે. જ્યારે મહાનગરપાલિકામાં અનુ.આદિજાતિ માટે (0) શુન્ય બેઠક અનામત રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.