કરાઇમાં વૈશ્ર્વિક કક્ષાના 15343 BHK, 400 4BHK, 257 5BHK ફલેટ બનાવાશે
3.84 લાખ ચો.મીટરનું બાંધકામ થશે, બાદમાં નાગરિકોને હરાજીથી વેચાશે
અમદાવાદ શહેર હવે માત્ર રમતગમતના કેન્દ્ર તરીકે જ નહીં, પરંતુ ઓલિમ્પિકના સપના સાકાર કરવા માટે પણ તૈયાર થઈ રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 અને 2036 ઓલિમ્પિક્સની તૈયારીઓના ભાગરૂૂપે શહેરમાં એક નવો રહેણાંક વિસ્તાર વિકસાવવાની યોજના છે. જે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ એકેડેમી પાસે બનાવવાનો પ્રસ્તાવ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટની ઉત્તરે અને હાલના રહેણાંક વિસ્તારોની નજીક આ વિલેજ આકાર લેશે. શહેરી વિકાસ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, આ વિલેજ પ્લાઝા મુખ્ય સ્ટેડિયમથી માત્ર 5 કિમીના અંતરે હશે.તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂૂ. 3,600 કરોડથી રૂૂ. 5,160 કરોડની વચ્ચે રહેશે. આ પ્રોજેક્ટ માટે કુલ 3,84,555 ચોરસ મીટરનું બાંધકામ કરવામાં આવશે.
રિવ્યુ મિટિંગ - પ્રિપેર્ડનેસ ટુવર્ડ્સ અમદાવાદ 2036 દસ્તાવેજ મુજબ, આ ગેમ્સ વિલેજમાં કુલ 2,191 એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવશે. જેમાં 1,534 થ્રી-બેડરૂૂમ (3BHK) એપાર્ટમેન્ટ્સ, 400 ફોર-બેડરૂૂમ (4BHK) એપાર્ટમેન્ટ્સ, 257 ફાઈવ-બેડરૂૂમ (5BHK) એપાર્ટમેન્ટ્સ બનાવાશે. આ યોજનાનો સૌથી મહત્વનો ભાગ એ છે કે ગેમ્સ પૂર્ણ થયા બાદ આ આલીશાન ફ્લેટ્સ નાગરિકોને વેચવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નસ્ત્રઅગાઉના યજમાન શહેરોમાં ગેમ્સ વિલેજ પાછળથી બિનઉપયોગી બની રહેતા હતા, તેમાંથી શીખ લઈને અમે આ વિલેજને શહેરના શહેરી માળખામાં વણી લેવાનું નક્કી કર્યું છે. આ ફ્લેટ્સનું વેચાણ કરીને સરકાર રોકાણનો મોટો હિસ્સો પરત મેળવશે અને સાથે સાથે અમદાવાદ-ગાંધીનગરમાં વધતી જતી આવાસની માંગને પણ પૂરી કરશે. આ વિલેજમાં એથ્લેટ આવાસ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મોલ અને ફાયર સ્ટેશન જેવી સુવિધાઓ પણ હશે, જે પાછળથી નાગરિક સુવિધા માટે ઉપયોગમાં લેવાશે.