રાજકોટ જિલ્લામાં 15113 નવા મતદારોનો થયો ઉમેરો
ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે શરૂૂ કરેલ કાર્યક્રમ અંતર્ગત ગત શનિ-રવિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં નવા મતદારો તરીકે 15113 કેટલા મતદારોનો ઉમેરો થયો છે.
આ ઝુંબેશ માટે રાજકોટ શહેર-જિલ્લાના 2256 મતદાન બુથો પર બીએલઓને ખાસ ફરજ સોપવામાં આવી હતી. જેમાં મતદાર યાદી માટે નવા મતદારોની નોંધણી નામ સરનામામાં ફેરફાર, આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તા.29-10થી તા.28-11 સુધી હકક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવનાર છે. આ હકક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાના સમયગાળા દરમિયાન તા.17-11 (રવિવાર), તા.23/11 (શનિવાર) અને તા.24/11 (રવિવાર)ને ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 15113 નવા ઉમેદવારોને અરજીઓ આવી છે તેમજ આધાર કાર્ડ લિંક 910, નામ કમી 4245,સુધારા વધારા 21486ની અરજીઓ કરવામાં આવી છે. અને ફાઇનલ મતદાર યાદી 6 જાન્યુઆરીના રોજ નવા ઉમેરાયેલા મતદારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.