ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓ રૂા.2637 કરોડના ખર્ચે પહોળા કરાશે

04:31 PM Feb 20, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન કરાયુ છે. જેના માટે બજેટમાં રૂા.24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂા.5000 કરોડ પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે રૂા.2637 કરોડ, ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્વયે રૂા.1659 કરોડના ખર્ચે કુલ ર9 કામો પ્રગતિ હેઠળ.

Advertisement

ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે રૂા.937 કરોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 660 કિ.મી.ની કામગીરી માટે રૂા.600 કરોડ, રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે રૂા.528 કરોડ,આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી. કવોરીઓ જેવી કે સણવલ્લા, ટાંકલ, રાણકુવા, રૂૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલીઝરોલી, સેવાલીયા, ટીમ્બા.નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે રૂા.385 કરોડની જોગવાઇ કરાઇ છે.

હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે રૂા.300 કરોડ, રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ 16 રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે રૂા.285 કરોડ, ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિનનવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે રૂા.278 કરોડ, નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે રૂા.200 કરોડ, રાજ્યના બંદરોને જોડતા 28 હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે રૂા.187 કરોડની જોગવાઇ. કરવામાં આવી છે.

રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે રૂા.180 કરોડ, ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના 142 કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે રૂા.131 કરોડ, વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે રૂા.123 કરોડ, ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના 1680 ક્વાટર્સનાં કામ માટે રૂા.120 કરોડ અનેગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે રૂા.85 કરોડની જોગવાઇ કરાઇ હતી.

Tags :
budgetbudget 2025gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement