‘આપ’ના 150 કાર્યકરો ભાજપમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબુત કરવા અને દેશના વિકાસને આગળ ધપાવવા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે વિવિધ સમાજના આગેવાનો સતત જોડાયેલા રહે છે. ત્યારે આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રી-ગુજરાત ઓબીસી વિંગ તથા મોરબી જીલ્લાના પ્રભારી, રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસીના શહેર મંત્રી અને આમ આદમી પાર્ટીના ભુતપૂર્વ સંગઠન મંત્રી સહિત અનેક રાજકીય હોદાઓ ધરાવતા તેમજ સામાજીક અને પત્રકારત્વ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા કાનાભાઈ ચૌહાણ સહિત 150 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે વિધાનસભા-69 ના સ્નેહમિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા.
કાનાભાઈ ચૌહાણએ વર્ષોથી રાજકીય ક્ષેત્ર તેમજ સામાજીક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતું વ્યક્તિત્વ છે. તેઓ હાલ મેનેજિંગ ડિરેક્ટર દેશળદેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ-રજપુત સમાજ, આમ આદમી પાર્ટીગુજરાજ ઓબીસી વિંગના પ્રદેશ મંત્રી તથા મોરબી જીલ્લા પ્રભારી, અધ્યક્ષ રાવણા રાજપુત યુથ ગુજરાત, અધ્યક્ષ રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થાન ભારત (સૌરાષ્ટ્રકચ્છ), રાજકોટ જીલ્લો ઓ.બી.સી, એસ.સી, એસ.ટી અખિલ ભારતીય ઓબીસી મહાસભાના ભુતપૂર્વ પ્રમુખ, તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ ઓ.બી.સી.ના ભુતપૂર્વ શહેર મંત્રી, આમ આદમી પાર્ટી-રાજકોટના ભૂતપુર્વ સંગઠનમંત્રી તેમજ રાજકોટ શહેર આપ ઓબીસીના ભુતપૂર્વ મંત્રી તરીકેની કામગીરી સંભાળી ચુકયા છે. તેઓએ તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સર્વાગી વિકાસની સાથો સાથ સુરક્ષીત બન્યો છે ત્યારે ફરી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીનો હાથ વધુ મજબુત બને અને દેશનું ગૌરવ વધે અને દેશની અખંડિતતાનું રક્ષણ થાય તેવા આશયથી મારી સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ચૌહાણ, પ્રિયાંકભાઈ ચૌહાણ, ખિલનભાઈ ભટ્ટી, રતનભાઈ રાઠોડ, દેવાંગભાઈ મકવાણા, કિશનભાઈ તુવેર, નિકુંજભાઈ પરમાર, અશ્વિનભાઈ પરમાર, ભાવેશભાઈ હાડા, સંજયભાઈ વાઘેલા, સુનિલભાઈ પરમાર, રાજભાઈ સોઢા, હરપાલભાઈ રાઠોડ, હર્ષદભાઈ હાડા, સાવનભાઈ રાઠોડ, ચેતનભાઈ જાદવ, કરણ વાઘેલા, પ્રણવ ચૌહાણ, પાર્થ ચૌહાણ, ભરત રાવલ, કુલદીપસિંહ ચાવડા સહિતના 150 કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનું સબળ અને સક્ષમ નેતૃત્વ સ્વીકારી કેસરીયો ખેસ ધારણ કરતાં ગૌરવની લાગણી અનુભવીએ છીએ.