મહાઠગ ભૂપેન્દ્રસિંહની કંપનીમાં 15 PIનું કરોડોનું રોકાણ
રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર, શિક્ષકો સહિત અનેક મોટા અગ્રણીને શીશામાં ઉતારનાર ભૂપેન્દ્રસિંહને શોધવા દરોડા
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમમાં રાજકારણીઓ, ફિલ્મ સ્ટાર, શિક્ષકો બાદ હવે પોલીસકર્મીઓના રોકાણ અંગેની માહિતી તપાસ એજન્સીના ધ્યાને આવી છે. મહત્ત્વનું છે કે વર્ષ 2013ની બેંચના 15 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કે જેઓ હવે ઇન્સ્પેકટર પણ બની ગયા છે, તેવા પોલીસ અધિકારીઓનું રોકાણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની ચોકાવનારી માહિતી બહાર આવતાં સમગ્ર કૌભાંડની તપાસમાં આગામી સમયમાં નવો વળાંક આવી શકે તેવી શક્યતા છે. એટલું જ નહીં ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ ગિરફ્તમાં આવે છે કે સમગ્ર મામલે ભીનું સંકેલાય છે એના પર હવે સૌની નજર છે.
મૂળ સાબરકાંઠાના વતની ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગ ટોળકીએ થોડાક વર્ષો અગાઉ પોન્ઝી સ્કીમ શરૂૂ કરી હતી. જેમાં ઉત્તર ગુજરાતના અનેક શિક્ષકો તથા ઘણાખરાં રાજકારણીઓએ રોકાણ કર્યું હતું. કરોડો રૂૂપિયા હાથમાં આવી ગયા બાદ ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની ટોળકી હાલ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. આ ઠગ ટોળકીને શોધવા માટે સીઆઇડીની સાત ટીમો કામે લાગી છે, પરંતુ ક્યાંય કોઇ સફળતા મળી નથી. બીજી તરફ ષડયંત્રખોર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટેની અરજી કોર્ટ સમક્ષ કરતા કોર્ટે સુનાવણી આજે થવાની છે.7% થી 18%સુધીના ઊંચા વળતરની લાલચ આપીને લોકો પાસેથી નાણાંનું રોકાણ કરાવીને છુંમંતર થઇ ગયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે 4 જેટલી અલગ અલગ ફરિયાદો નોંધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરના રોજ નોંધાયેલી અલગ અલગ ફરિયાદોમાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેની પેટા કંપનીઓ તથા તે કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવી છે પરંતુ સમગ્ર કેસને લઈને હજુ સુધી માત્ર એક આરોપીની જ ધરપકડ કરવામાં તપાસ એજન્સીને સફળતા હાંસલ થઇ છે.
સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ હેઠળ ઠગાઈનો કારસો ચલાવનારા આર.કે. એન્ટરપ્રાઈઝના માલિક હરપાલસિંહ ભરતસિંહ ઝાલા (રહે અરવલ્લી), હરીસિદ્ધિ ફાઈનાન્સિયલ સર્વિસના માલિક અજય સિંહ પરમાર (રહે, અરવલ્લી), કે.કે. એન્ટરપ્રાઈઝ, બી.ઝેડ. ફાઈનાન્સિયલ સર્વિસ તથા બી.ઝેડ. ગ્રૂપ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે પાલનપુરમાં સ્ટાર્ટવે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સી પ્રાઈવેટ લિમિટેડના માલિક નિરંજન નાગરદાસ શ્રીમાળી (રહે. પાલનપુર) રૂૂપિયા 39.18 લાખની ઠગાઈ લોકો સાથે આચરી હોવાનું સામે આવ્યું છે.ભૂપેન્દ્રસિંહ કંપનીમાં 15 પીઆઇએ કરોડોનું રોકાણ ર્ક્યાનું બહાર આવતા ભારે ચર્ચા જાગી છે.