ખ્યાતિકાંડનો ભોગ બનેલા 15 લોકો હાઇકોર્ટના દ્વારે, અલગ-અલગ ફરિયાદ નોંધવા માંગણી
ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ છે. ભોગ બનનાર 15 લોકોએ હાઈકોર્ટનાં દરવાજા ખખડાવ્યા છે. ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અળગ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. અત્યાર સુધી માત્ર એક જ ફરિયાદ દાખલ થઈ છે. ખ્યાતિ હોસ્પિટલે 15 થી વધુ દર્દીઓની એન્જીયોગ્રાફી અને એન્જીઓ પ્લાસ્ટી કરી હતી. ઓપરેશન બાદ દર્દીઓને તકલીફો થઈ રહી છે.ખોટી એન્જીઓ પ્લાસ્ટી કરતા દર્દીઓ પીડા ભોગવી રહ્યા છે. ભોગ બનનારની તપાસ એજન્સી કે આરોગ્ય વિભાગ તરફથી નિવેદન લેવામાં ના આવતા હાઈકોર્ટમાં અરજી કરી છે.
ખ્યાતિકાંડની તપાસનો રેલો અંતે PMJAYકચેરી સુધી પહોંચ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે PMJAYકચેરીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મિલાપ પટેલ, સિનિયર અધિકારી ડો, શૈલેષ આનંદ સહિત ત્રણને ઝડપી પાડ્યા છે. મિલાપ પટેલ માત્ર 500 રૂૂપિયા મેળવી આયુષમાન કાર્ડનું એપ્રુવલ આપી દેતો હોવાનું સામે આવ્યું છે.દસ દિવસ પહેલા ઝડપાયેલા નિમેષ ડોડીયા સહિતના આરોપીઓની પૂછપરછમાં PMJAYકચેરીના પ્રોજેક્ટ ઓફિસર ના નામ ખૂલતા પોલીસે કુલ ત્રણની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતો મિલાપ પટેલ નામનો પ્રોજેક્ટ ઓફિસર એક આયુષમાન કાર્ડના એપ્રુવલ બદલ નિમેષ પાસેથી 500 રૂૂપિયા વસૂલતો હોવાનું સામે આવ્યું છે.હાલ આ કેસમાં આરોગ્ય વિભાગના અન્ય અધિકારીની સંડોવણી હોવાની આશંકા પણ થઈ રહી છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ આરોપી ડો.શૈલેષ અને મિલાપ દ્વારા કેટલા કાર્ડને એપ્રુવલ આપવામાં આવ્યા છે તે દિશામાં તપાસ શરૂૂ કરી છે.