For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35-35 લાખનો દંડ

03:49 PM Nov 07, 2025 IST | admin
રેગિંગકાંડના 15 મેડિકલ છાત્રોને 35 35 લાખનો દંડ

એક લાખ રૂપિયાથી કોઇનું બાળક પાછુ ન આવે, દંડની રકમ મૃતક છાત્રના પરિવારને આપવા સૂચના

Advertisement

પાટણની ધારપુર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં કોર્ટનું આકરું વલણ, ભાવિ ડોક્ટર આવા ન હોઇ શકે

ગત વર્ષે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ત્યારે ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીના રેગિંગથી મોતનો મામલે હાઈકોર્ટે કહ્યું કે, એક લાખ રૂૂપિયાથી કોઈનું બાળક પાછું નહીં આવે.

Advertisement

ત્યારે સમગ્ર મામલે હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ થવો જોઇએ. 1 લાખ રૂૂપિયાથી કોઇનું બાળક પાછું નહીં આવે. તમે તમારા કેરિયર માટે અહીં આવ્યા છો. એક વિદ્યાર્થીને 35 લાખનો દંડ કરવાનો રહેશે. જે મૃતકના વાલીઓને આપવામાં આવે. આખરે આ લોકો ડોક્ટર બનીને પૈસા જ કમાવવાના છે! ઓથોરિટીએ તો હળવો દંડ કર્યો છે. ભવિષ્યના ડોક્ટરો આવા હોઈ શકે નહીં. તેમને કાયમ માટે મેડિકલ કોર્સમાંથી કાઢી નથી મુક્યા!

16 નવેમ્બર 2024ના રોજ ધારપુરની GMERS મેડિકલ કોલેજની આ ઘટના છે. પ્રથમ વર્ષના MBBS વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું રેગિંગ દરમિયાન મોતના મામલે સુનાવણી ચાલી રહી છે. કેસમાં એન્ટી રેગિંગ કમિટીએ આરોપી 15 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે સસ્પેન્ડ અને પ્રત્યેકને 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સસ્પેન્શનનું એક વર્ષ આરોપીઓ પૂર્ણ કરી ચૂક્યા છે, ત્યારે કારકિર્દીનું બીજું વર્ષ બગડે નહીં તે માટે તેમને ગુજરાત હાઇકોર્ટમાં વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.

જોકે કેસની ગંભીરતા જોતા અને ડોકટર વિદ્યાર્થી દ્વારા બનાવ બનતા હાઇકોર્ટ કડક રહી. હાઇકોર્ટે વિદ્યાર્થીઓને ઓછો દંડ અને ઓછી સજા હોવાનું ગણાવી 1 લાખના બદલે 35 લાખ આપવા જાણ કરી. આ સાથે જ હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ કેસમાં વધુ સુનાવણી 19 જાન્યુઆરીએ હાથ ધરાશે.

ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી વિદ્યાર્થીના મોતનો મામલે કોલેજની એન્ટી રેગિંગ કમિશન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ બાદ સામે આવ્યું કે, 15 સિનિયર વિદ્યાર્થીઓએ સતત સાડા ત્રણ કલાક સુધી જુનિયર વિદ્યાર્થીઓને ઉભા રાખી ગીતો ગવડાવી ડાન્સ કરાવી રૂૂમની બહાર ન જવા દઇ રેગિંગ કર્યું હતું. મેડિકલ કોલેજે જવાબદાર 15 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતી. મેડિકલ કોલેજના એડિશનલ ડીને બાલીસણા પોલીસ મથકે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement