For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં કરોડોનું ડ્રગ્સ પકડનાર સોમનાથ પોલીસને સરકારનું 15 લાખનું ઇનામ

12:09 PM Feb 27, 2024 IST | Bhumika
વેરાવળમાં કરોડોનું ડ્રગ્સ પકડનાર સોમનાથ પોલીસને સરકારનું 15 લાખનું ઇનામ
  • નામચીન બૂટલેગર ધીરેન કારિયાને પકડી લેનાર અમરેલી પોલીસને રૂ.5 લાખનું ઇનામ અપાયું

Advertisement

વેરાવળ બંદર પરથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપી લેનાર ગીર સોમનાથ પોલીસને બિરદાવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પોતે ગીર સોમનાથ પહોંચ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં દરિયાઈ માર્ગે આવા કોઈ ગુનાહિત કૃત્યો બંને નહીં તે માટે અઝજના અધિકારીઓને સાથે રાખી કોસ્ટલ સિક્યુરિટી ઉપર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજ્યના પોલીસવડા વિકાસ સહાય વહેલી સવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ મહાદેવની શીશ ઝુકાવી જળાભિષેક કરી મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યાર બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભવન ઈણાજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને અજઙ જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા પુષ્પગુછ આપી સ્વાગત અભિવાદન કરાયું હતું. ત્યાર બાદ રાજ્યના પોલીસવડાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સાથે રેન્જ આઈ. જી. નિલેશ જાંજળીયા, એટીએસના ડીસીપી દીપેન ભદ્રન,સુનિલ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને 18 ગુનામાં વોન્ટેડ નામચીન બુટકેગર ધીરેન કારીયાને પકડી લેવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમરેલી એસપી હિમકરસિંહને પણ રૂૂ.5 લાખનું રોકડ પુરસ્કાર આપી બિરદાવ્યા હતા.

Advertisement

પોલીસભવન ખાતે ડ્રગ્સ કેસના મહત્વપૂર્ણ કામગીરી કરનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવ્યા હતા.ઉપરાંત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસને રૂૂ.15 લાખનો પુરસ્કાર ઘોષિત કરવામાં આવ્યો હતો.પોલીસવડા દ્વારા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાને આ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનું નવાબંદર પોલીસ સ્ટેશન કેન્દ્ર સરકારના સર્વેક્ષણમાં ગુજરાતનું 11મુ સ્થાન હાંસલ કર્યું હતુ.નવાબંદર પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ભવિષ્યમાં ડ્રગ્સ માફિયાઓ દરિયાઈ માર્ગનો દુરુપયોગ ના કરે એ માટે કોસ્ટલ સિક્યુરિટી પર એટીએસના વડા દીપેન ભદ્રન સહિતના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે.ત્યાર બાદ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ સાથે રાજ્યના પોલીસવાળાએ બેઠક યોજાઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement