For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલા નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15ને ઇજા, એક મહિલાનું મોત

11:53 AM Dec 01, 2025 IST | Bhumika
સાવરકુંડલા નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15ને ઇજા  એક મહિલાનું મોત

સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામ નજીક એક બોલેરો એ પલટી મારી જતા 15 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા 8 વ્યક્તિઓને 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ચાર વ્યક્તિઓને વંડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રસનબેન અશોકભાઈ વાઘેલા - 48 વર્ષની મહિલા મૃત્યુ થતાં તેમને સાવરકુંડલા પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ અકસ્માતની ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ કાર્યવાહી હાથ ધરી છે પાલીતાણા નજીક ગંઢોળ હસ્તગીરી ગામનો આ કોળી પરિવાર ના દીકરી ના ગઈકાલે લગ્ન થયા હતા.

Advertisement

અને 29 નવેમ્બર 2025 શુક્રવારના રોજ સેંજળ ગામે ઉકાભાઇ ચૌહાણ ના ઘરે દીકરી પરણાવી હતી તેમને તેડવા માટે આ પરિવાર ગયો હતો સેંજળ ગામે તેમને દીકરીની ઢગ તેડવા આવ્યા હતા દીકરીને તેડીને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.અકસ્માતની ઘટનાને પગલે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, એપીએમસી ચેરમેન દીપકભાઈ માલાણી અને જીવનભાઈ વેકરીયા ઘટના સ્થળે પહોંચી સારવાર માટે મોકલવાની વ્યવસ્થા કરી હતી અને હોસ્પિટલે તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તેવી પણ સૂચનાઓ આપવામાં આવી છે સામાજિક કાર્યકરો હિતેશભાઈ સરૈયા, મહેશભાઈ મશરૂૂ વગેરે સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement