મોરબી-રાજકોટ હાઈવે ઉપર છોટા હાથી પલટી જતાં 15ને ઈજા
વાહન ચાલકને ડ્રાઈવીંગ આવડતુ ન હોવાનું ભોગ બનનાર લોકોનો આક્ષેપ
મોરબી-રાજકોટ હાઈવે ઉપર સવારે સાતેક વાગ્યાના અરસામાં કેટરિંગમાં જમવાનું પીરસવાની કામગીરી માટે મોરબીથી કુવાડવા તરફ જતા મહિલા અને યુવતીઓને લઈ જઈ રહેલ છોટા હાથી વાહન વિરપર નજીક અચાનક પલ્ટી મારી જતા કુલ 15 લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જનાર છોટા હાથી વાહન ચાલકને ડ્રાઇવિંગ આવડતું ન હોવાનો પણ ભોગ બનનાર લોકોએ આક્ષેપ કરી રોડ ખાલી હોવા છતાં અચાનક કાવું મારતા છોટા હાથી વાહન પલ્ટી ગયાનું જણાવ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર લજાઈ અને વિરપર ગામની વચ્ચે આજે સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મેટાડોર પલ્ટી જતા છોટા હાથી વાહનમાં બેઠેલા 15 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતનો ભોગ બનનાર કેટરિંગના ધંધાર્થીએ જણાવ્યું હતું કે, રાજકોટના કુવાડવા નજીક ખીજડિયા ગામે ધાર્મિક પ્રસંગમા ભોજન પીરસવા માટે તેઓ યુવતીઓ અને મહિલાઓને લઈ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.વધુમાં આ યુવાને ઉમેર્યું હતું કે, રોડ એકદમ ખાલી હોવા છતાં છોટા હાથી વાહન ચાલકે નાગણીની જેમ ગાડી ચલાવી કાવું મારતા છોટા હાથી વાહન પલ્ટી મારી ગયું હતું અને છોટા હાથી વાહનમાં બેઠેલા લોકોએ ચીસો પાડી બ્રેક મારવા કહેવા છતાં છોટા હાથી ચાલક વાહન કાબુ કરી શક્યો ન હોય ચાલકને ડ્રાઇવિંગ આવડતું ન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આ અકસ્માતમાં એક બે યુવતીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું અને અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઈજાગ્રસ્તોના નામ
1. દીપક વિરજીભાઈ મુછડીયા,
2.જયેશ ખેંગારભાઈ ખિમાણીયા
3. મંજુબેન લલિતભાઈ પરમાર
4. સુશીલાબેન રમેશભાઈ ચાવડા
5. જયશ્રીબેન ડાયાભાઈ ડાભી
6. કંચનબેન હિરાભાઈ
7. કોમલબેન સુરેશભાઈ
8. રમીલાબેન નાનજીભાઈ સોઢા
9. ગીતાબેન જયરામભાઈ જાદવ
10. અરમાનભાઈ ફારૂૂકભાઈ
11. કિરણબેન
12. પાયલબેન કાંતિભાઈ
13. પૂજાબેન નાનજીભાઈ
14. દક્ષાબેન પ્રેમજીભા
15. ક્રિષ્નાબેન હિંમતભાઈ