For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર

05:05 PM Feb 01, 2025 IST | Bhumika
રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર

સરકારની પીએમજે (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનાનો દુરુપયોગ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂૂ કરતા યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે પગલાં લેવાનું શરૂૂ કર્યું હતું. તેમાં રાજકોટની ઓલમ્પસ સહિત વધુ 15 હોસ્પિટલોને પીએમજેમાંથી સસ્પેન્ડ કરી છે. હોસ્પિટલમાં જરૂૂરી સુવિધાથી લઇને ક્લેઇમની રકમમાં ચેડાં સહિતના મુદ્દે આ હોસ્પિટલો સામે પગલા લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.

Advertisement

પીએમજે યોજનાના નામે દર્દીઓને અયોગ્ય સારવાર કે નાણાકીય ગેરરીતિ મામલે આરોગ્ય વિભાગની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા સતત ચાલુ રખાયેલી તપાસમાં વધુ હોસ્પિટલો ઉપર તવાઇ આવી છે. જેમાં મોટાભાગની ગાયનેકોલોજીની હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી અને પિડિયાટ્રિક હોસ્પિટલનો સમાવેશ થાય છે.

પીએમજે યોજનાનો દુરુપયોગ કરનારી ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ બાદ બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં પીએમજે યોજનાના ડો. શૈલેષકુમાર આનંદની સંડોવણી બહાર આવતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમની પર નાણાં કમાવવા ખ્યાતિ હોસ્પિટલના અયોગ્ય દર્દીઓના પીએમજે કાર્ડને એપ્રુવલ આપવાનો આરોપ મૂકાયો છે. તેઓ ક્લાસ વન સરકારી મેડિકલ ઓફિસર છે. જો કે આશ્રર્યની વાત એ છે કે ધરપકડ બાદ સામાન્ય રીતે બે દિવસ પછી સરકારી અધિકારીને સસ્પેન્ડ કરી દેવાતા હોય છે પરંતુ આ કિસ્સામાં હજુ સુધી ડો. આનંદને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું નથી.

Advertisement

કઇ હોસ્પિટલને બાકાત કરાઇ
વેદ હોસ્પિટલ-ખેડા ખાત્રજ,શ્રી આરએન વાળા સ્મારક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ-ગીર સોમનાથ, ચિત્રા મેડિકલ સેન્ટર-ભાવનગર, ધ ગાન્ચી આરોગ્ય મંડળ-અરવલ્લી, પરિવાર જનરલ હોસ્પિટલ-ભાવનગર, સબિહા સાર્વજનિક હોસ્પિટલ-બોટાદ, સદવિચાર જનરલ હોસ્પિટલ-ભાવનગર, પલ્સ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ-ભાવનગર, નવજીવન હોસ્પિટલ-અમરેલી, કલરવ હોસ્પિટલ-અમરેલી, શીફા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ-અમદાવાદ, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ કાકરાપાર-તાપી, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ-તાપી, ઓલિમ્પસ હોસ્પિટલ, તન્ના હેલ્થકેર-રાજકોટ, અનાહત હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ-મહેસાણા.

Advertisement
Tags :
Advertisement
Advertisement