For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે ફેક્ટરીમાંથી 14,900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ

05:29 PM May 09, 2025 IST | Bhumika
બે ફેક્ટરીમાંથી 14 900 નંગ અખાદ્ય ફ્રૂટ પેપ્સી ઝડપાઈ

Advertisement

ફૂડ વિભાગે બન્ને પેઢીને નોટિસ ફટકારી, ખાદ્ય ચીજોના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી દરમિયાન નવા થોરાળા અને જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ફ્રૂટ પેપ્સીનું ઉત્પાદન કરતી બે પેઢીમાં તપાસ હાથ ધરતા લેબલ અને કોઈ જાતના લખાણ વગર તેમજ ગંદકી વાળી જગ્યાએ તૈયાર કરવામાં આવેલ 14,900 નંગ અખાદ્ય પેપ્સીના જથ્થાનો નાશ કરી એફએસએસઆઈ અને લેબલીંગ તથા ફૂડ લાયસન્સ અંગે બન્ને પેઢીને નોટીસ ફટકારી અન્ય 21 ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી છ વેપારીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ ફટકારી ડ્રીંકીંગ વોટરના પાંચ સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રામનગર શેરી નં.02, નવા થોરાળા, રાજકોટ મુકામે આવેલ "અરમાન પેપસી" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફૂટ પેપસી (પેક્ડ) પર ઋજજઅઈં-2006 અન્વયે લેબલિંગ વગરનો જથ્થો માલૂમ પડેલ તેમજ સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળેલ જે અન્વયે અંદાજીત 9500 નંગ (650 લિટર) જથ્થોનો જઠખ ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, ઋજજઅઈં-2006 અન્વયે ખાદ્યચીજો પર લેબલિંગ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ તથા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જૂના માર્કેટિંગ યાર્ડ, છઝઘની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ "જતીપુરા ટ્રેડિંગ" પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ ફૂટ પેપસી (પેક્ડ) પર ઋજજઅઈં-2006 અન્વયે લેબલિંગ વગરનો જથ્થો માલૂમ પડેલ જે અન્વયે અંદાજીત 5400 નંગ (400 લિટર) જથ્થોનો જઠખ ના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, ઋજજઅઈં-2006 અન્વયે લેબલિંગ કરેલ ખાદ્યચીજોનું વેચાણ કરવા તથા ફૂડ લાયસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના જીવરાજ પાર્ક મોદી સ્કૂલવાળો રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 21 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)પ્રમુખ હેવમોર આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)પ્રમુખ માહી દૂધ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ભોલે ખમણ ખીરું -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)પટેલ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (07)અન્નપૂર્ણા બેકરી (08)નીલકંઠ પ્રોવિઝન સ્ટોર (09)ગાયત્રી સ્ટોર (10)શ્રીજી સુપર સ્ટોર (11)પંજૂરી ફરસાણ (12)ગિરિરાજ ગૃહ ઉદ્યોગ (13)ઉમિયાજી ફરસાણ (14)રીતેશ એન્ટરપ્રાઇઝ (15)પટેલ ફરસાણ (16)ગણેશ પ્રોવિઝન સ્ટોર (17)પટેલ ચીલ પોઈન્ટ (18)ભારત ટી સપ્લાયર્સ (19)માધવ ડેરી ફાર્મ (20)પટેલ પ્રોવિઝન સ્ટોર (21)વૈભવ કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવેલ.

ડ્રીંકીંગ અને ફ્રૂટ જ્યુસના સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન કિશાનપરા ચોક ખાતે ગ્લોબલ ટ્રેડીંગ કંપનીમાંથી નેચરુફીના ડ્રીકીંગ વોટર 1 લિટર તેમજ મહાવીર એજન્સીમાંથી બ્રીસલેરી રેડીકા સ્પ્રીંગ વોટર 1 લીટર તથા બ્રીસલેરી ડ્રીંકીંગ વોટર 1 લીટર તથા ભગવતી કેન્ટીન માધાપર એસટી ક્ધટ્રોલ પોઈન્ટ ખાતેથી જય બાલાજી બ્રાન્ડ મેજીક માજા રેડી ટુ બેવરીઝ 250 એમએલ પેકેટ અને ઓરેન્જ ફ્લેવર કાર્બોટેડ વોટર 200 એમએલ પેકેટ સહિતના પાંચ સેમ્પલ લઈ પૃથરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement