For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજયના 147 જળાશયો હાઇએલર્ટ પર, 100 ટકા ભરાયા

11:18 AM Sep 29, 2025 IST | Bhumika
રાજયના 147 જળાશયો હાઇએલર્ટ પર  100 ટકા ભરાયા

સૌરાષ્ટ્ર-કચ્છના 79 અને ગુજરાતના 9 જળાશયો છલોછલ, સરદાર સરોવરમા 96.73 ટકા જળસંગ્રહ થયો, શિંગોળા ડેમના દરવાજા ખોલાયા

Advertisement

ચોમાસુ વિદાય લેતી વેળા છેલ્લા 1 સપ્તાહથી રાજયભરમા અનરાધાર વરસી રહયુ છે. જેનાં લીધે અનેક જળાશયોમા નોંધપાત્ર નવા નીરની આવક થઇ છે. ગઇકાલે સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમા પડેલા ભારે વરસાદનાં પગલે રાજયનાં 206 પૈકી 147 જળાશયોને હાઇ એલર્ટ પર મુકવામા આવ્યા છે. સરેરાશ જળસ્તર વધીને 95.40 ટકાએ પહોંચ્યુ છે. સૌરાષ્ટ્રનાં 69 ગુજરાતનાં 13 અને કચ્છનાં 10 તથા દક્ષિણ ગુજરાતનાં 9 જળાશયો છલોછલ થતા ગમે ત્યારે ઓવરફલો થવાની શકયતા જોવાઇ રહી છે. હાલ એલર્ટ પર મુકેલા ડેમોમાંથી પાણી છોડવામા આવતુ હોય નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામા આવ્યા છે. તેમજ નદીનાં પટ્ટમા ન જવાની ચેતવણી આપવામા આવી છે.

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતમા ગઇકાલે 8 ઇંચથી વધુ પાણી વરસી જતા અનેક જળાશયોમા વધુ માત્રામા વરસાદી પાણીની આવક નોંધાઇ છે જેમા સૌરાષ્ટ્રમા સરેરાશ વરસાદ 102 ટકા થઇ જતા સૌરાષ્ટ્ર - કચ્છનાં 79 ડેમ ઓવરફલો થઇ ગયેલ હોય હાઇ એલર્ટ પર મુકવામા આવ્યા છે. ગુજરાતનાં 206 જળાશયોનુ સરેરાશ જળસ્તર વધતા 95.40 ટકાએ પહોંચ્યુ છે. જેમા ખાસ કરીને નર્મદા ડેમની પાણી સંગ્રહની સ્થિતી 323171 એમસીએફટીએ પહોંચતા ડેમ 96.73 ટકા ભરાય ગયો હોવાનુ સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ છે. જયારે સૌરાષ્ટ્રનાં ડેમોમા 88.33 ટકા પાણીનો જથ્થો સંગ્રહીત થયો છે.

Advertisement

સિંચાઇ વિભાગમાથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ ગુજરાતના 107 જળાશયો 100 ટકા, 68 જળાશયો 70 ટકાથી 100ટકા, 13જળાશયો 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. હાલ 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા કુલ 9 જળાશયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાનિગમનો હાલનો સંગ્રહ 323171 એમસીફિટ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 96.73 ટકા છે. ગુજરાતના 107 જળાશયો 100 ટકા, 68 જળાશયો 70 ટકાથી 100ટકા, 13જળાશયો 50 ટકાથી 70 ટકા વચ્ચે ભરાયેલા છે. હાલ 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા કુલ 9 જળાશયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાનિગમનો હાલનો સંગ્રહ 323171 એમસીફિટ છે, જે કુલ સંગ્રહક્ષમતાના 96.73 ટકા છે.

રાજયમા 75 ટકા ડેમો સંપુર્ણપણે ભરાઇ ગયા હોવાનુ સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામા આવ્યુ છે જેમા સૌથી વધુ સૌરાષ્ટ્રનાં 90 ટકાથી વધુ જળાશયો છલોછલ થઇ ગયા છે અને 15 ટકા જળાશયોમા 70 ટકાથી વધુ પાણી સંગ્રહીત થયુ છે . ત્યારે આગામી દિવસોમા વધુ વરસાદની શકયતાનાં પગલે છલોછલ ભરેલા સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં ડેમો ઓવરફલો થવાની સંભાવના સિંચાઇ વિભાગ દ્વારા વ્યકત કરવામા આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement