સુરત યાર્ડના પૂર્વ ચેરમેનને 146 કરોડની રિકવરીની નોટિસ
બજાર સમિતિની જમીન હાઇકોર્ટને ફાળવી દેવાના કૌભાંડમાં અંતે રેલો આવ્યો
સુરતના એપીએમસી (બજાર સમિતિ)ની બદલાયેલી જગ્યામાં ફાઇવ સ્ટાર હોટેલ બાંધવાના નિર્ણયની સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં રાજ્ય સરકાર તરફથી આ સમગ્ર વિવાદમાં હાથ ધરાયેલી તપાસ અને તેનો રિપોર્ટ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સમિતિના તત્કાલીન ચેરમેન રમણભાઇને ગેરરીતિ માટે દોષિત ઠરાવવામાં આવ્યા હોવાનું અને તેમની જોડેથી રૂૂ.
146 કરોડની રિકવરી કાઢવા માટે શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જે તમામ મુદ્દા રેકોર્ડ પર લઇ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે જે ઠરાવો અને ડોક્યુમેન્ટ્સને તપાસ દરમિયાન ધ્યાને લેવાયા હતા, તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
હાઇકોર્ટની ખંડપીઠે આદેશમાં નોંધ્યું હતું કે,થબજાર સમિતિના તત્કાલિન સભ્યોને શો કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી, બજારના ભંડોળમાં ગેરરીતિ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામને જુલાઇ અને ઓગસ્ટમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જેના આધારે ડિરેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને કોર્ટ સમક્ષ સોગંદનામા મારફતે રજૂ કરવામાં આવ્યો હતો.
માર્કેટ કમિટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને એના અંતર્ગત ફાઇવ સ્ટાર હોટેલ બાંધવામાં આવી હતી. જોકે, એ તમામ ઠરાવને સાઇડ પર મૂકતા ડિરેક્ટર દ્વારા જે તપાસ કરવામાં આવી હતી, બજાર સમિતિના તત્કાલીન ચેરમેન ચેરમેન અથવા ડિરેક્ટર તરીકે બજાર સમિતિના 1995થી 2023 સુધી રહ્યા હતા, તેમણે ફાઇવ સ્ટાર હોટેલના બાંધકામ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. જેનો કોન્ટ્રાક્ટ હવે રદ કરી દેવામાં આવ્યો છે. તેથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તમામ સંબંધિતોને રજૂઆતની તક આપ્યા હતા હાઇકોર્ટના આદેશ મુજબ તત્કાલીન ચેરમેનને દોષિત ગણવામાં આવ્યા છે. સરકારે ઉક્ત મુદ્દા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. હાઇકોર્ટ હવે ડિરેક્ટરે તપાસ રિપોર્ટમાં જે ઠરાવને ધ્યાનમાં લીધા છે અને એને ચકાસશે. એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ રૂૂરલ ફાઈનાન્સ આ મામલે સોગંદનામું રજૂ કરે અને બજાર સમિતિના એ તમામ ઠરાવ રજૂ કરે જેને તપાસ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. સરકારે તત્કાલીન બજાર સમિતિના ચેરમેન કે જેને દોષિત ઠરાવવામાં આવ્યા તેમની જોડેથી શા માટે રૂૂ. 146 કરોડ વસૂલવામાં ન આવે તે માટે શો કોઝ નોટિસ પણ પાઠવી છે.
આ કેસમાં એગ્રિકલ્ચર માર્કેટિંગ એન્ડ રૂૂરલ ફાઈનાન્સ દ્વારા 5-10-24ના રોજ શો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે જેનું સોગંદનામું સરકારે રજુ કર્યું હતું. પૂર્વ ચેરમેન રમણભાઇ પટેલે હાઇકોર્ટમાં પક્ષકાર બનવા અરજી કરી હતી.
આ કેસની વિગત એવી છે કે, સુરત બજાર સમિતિમાં સહારા વિસ્તારમાં(શહેરના વિસ્તારમાં) કાર્યરત હતી. ટ્રાફિક વગેરેના કારણ 1998માં બજાર સમિતિ શહેરની બહાર લઇ ગયા હતા. જૂની જગ્યા વિશાળ હતી એટલે સાતથી આઠ વર્ષ પડી રહી. 2006માં એવો નિર્ણય કર્યો કે મોટું શોપિંગ સેન્ટર બનાવીએ જેથી કાયમી વાર્ષિક આવક રહે અને ફાઇવ સ્ટાર કક્ષાની હોટેલ બનાવીએ. કૃષિ બજાર નામનું શોપિંગ સેન્ટર બનાવી દીધું છે અને માસિક 45 લાખ ભાડાની આવક છે. ખેડૂત તરીકે દુકાન મળી, પરંતુ બીજા કામ માટે આપી હતી. તે સિવાય બાજુની જગ્યાએ હોટેલ પ્રોજેક્ટ બિલ્ડિંગ બનાવ્યું. શિલ્પીને 50 વર્ષનો લિઝનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેને જાહેરહિતની અરજીમાં પડકારવામાં આવ્યો છે.