રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આયુર્વેદ-હોમિયોપેથીમાં 143 છાત્રોએ પ્રવેશ રદ કરાવતા રૂા.14.80 લાખની ડિપોઝિટ જપ્ત

05:03 PM Nov 18, 2024 IST | admin
Advertisement

અત્યાર સુધીમાં 80 લાખથી વધુની ડિપોઝિટ જપ્ત કરાઇ

Advertisement

ગુજરાત મિરર અમદાવાદ, તા.18આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીના ચોથા રાઉન્ડમાં કુલ 499 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો. જેમાં આયુર્વેદમાં 239 અને હોમિયોપેથીમાં 260 બેઠકોનો સમાવેશ કરાયો હતો. તમામ બેઠકો પર પ્રવેશ ફાળવી દેવાયા બાદ 143 વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓએ 10 હજાર રૂૂપિયા ડિપોઝિટ જતી કરીને પણ પ્રવેશ રદ કરાવી દીધો હતો. આમ, પ્રવેશ સમિતિએ ચોથા રાઉન્ડમાં પ્રવેશ રદ કરાવનારા 142 વિદ્યાર્થીની 14 લાખ રૂૂપિયા ડિપોઝિટ જપ્ત કરીને તમામ વિદ્યાર્થીઓને આગળના મેરિટમાંથી બાકાત કરાયા છે.

આ સાથે જ અત્યાર સુધીમાં મેડિકલ-ડેન્ટલ સહિતના વિદ્યાર્થીઓની અંદાજે 80 લાખની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે.મેડિકલ અને આયુર્વેદ સહિતની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ મળ્યા પછી રદ કરાવનારા વિદ્યાર્થીઓની ડિપોઝિટ રૂૂ.10 હજાર જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ડિપોઝિટ જપ્ત કરવાના નિયમનો હેતુ એવો હતો કે, વિદ્યાર્થીઓ બિનજરૂૂરી પ્રવેશ લઇને બેઠકો રોકીને છેલ્લી ઘડીએ પ્રવેશ રદ ન કરાવે. આમ છતાં ચાલુ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડિપોઝિટની 10 હજાર રૂૂપિયાની રકમ જતી કરીને પણ પ્રવેશ રદ કરાવી રહ્યા છે. તાજેતરમાં આયુર્વેદ-હોમિયોપેથીમાં ત્રીજા રાઉન્ડ પછી આયુર્વેદની 239 અને હોમિયોપેથીની 260 બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો માટે ચોથો રાઉન્ડ કરીને તમામ બેઠકો પર વિદ્યાથીઓને પ્રવેશ ફાળવી દેવાયા હતા. ફી ભરવાની મુદત પૂરી થઇ ત્યારે આયુર્વેદમાં 84 અને હોમિયોપેથીમાં 59 મળી કુલ 143 વિદ્યાર્થી ડિપોઝિટ જતી કરીને પ્રવેશ રદ કરાવી દીધા હતા. પ્રવેશ સમિતિએ અંદાજે 14 લાખની ડિપોઝિટ જપ્ત કરી છે, પરંતુ હવે ખાલી પડેલી બેઠકો માટે પાંચમો રાઉન્ડ કરવો પડે તેમ છે.

સામાન્ય રીતે તમામ વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો હોય તો પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ જાય તેમ હતી, પરંતુ 143 વિદ્યાર્થીએ ડિપોઝિટ જતી કરીને પણ પ્રવેશ રદ કરાવી દીધો છે. સમિતિ દ્વારા હવે આ વિદ્યાર્થીઓને મેરિટ લિસ્ટમાંથી બાકાત કરવામાં આવ્યા છે. આ સાથે જ નીટની ઘટાડેલી લાયકાત સાથે નવેસરથી જાહેરાત આપીને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે મેડિકલ, આયુર્વેદ-હોમિયોપેથી સહિતના કોર્સમાં પ્રવેશ રદ કરાવવાના કારણે 80 લાખ રૂૂપિયાથી વધારે ડિપોઝિટ જપ્ત થઇ ચૂકી છે.મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો ડિપોઝિટ 10 હજાર રૂૂપિયા જમા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઊંચી ફી ભરવી ન પડે તે માટે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવતાં હોવાનું માનવામાં આવે છે. જોકે, સમિતિના સૂત્રો કહે છે કે, પ્રવેશ મેળવતાં મોટાભાગના વિદ્યાર્થી-વાલીઓ છેલ્લી ઘડી સુધી પ્રવેશ લેવો કે નહીં તે અંગે દ્વિધાભરી સ્થિતિમાં હોય છે. અનેક કિસ્સામાં વાલીઓએ ફી ભરવાની અસમર્થતાં દર્શાવતાં વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવતાં હોય છે. કેટલાક કિસ્સામાં ખોટી ચોઇસ આપી દેવાના કારણે પ્રવેશ મળી જાય ત્યારે પ્રવેશ રદ કરાય છે.

Tags :
ahemdabadahemdabadnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement