સાઇકલ પર ભારત ભ્રમણ કરનાર 14 વર્ષીય યશપાલ જામનગરની મુલાકાતે
દિલ્હીનો 14 વર્ષનો યુવાન યશપાલ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સાયકલ પર ભારત યાત્રા કરી રહ્યો છે. તેણે આ યાત્રાની શરૂૂઆત છ મહિના પહેલા કરી હતી અને ચારધામની યાત્રા પૂર્ણ કરી છે. હાલમાં તે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યો છે. શનિવારે તે જામનગર આવ્યો હતો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. રવિવારે તે નાસિક તરફ પ્રયાણ કર્યું હતું.યશપાલ સાથે ભગવા શાલ અને તલવાર છે અને તે આખી યાત્રા પગપાળા કરી રહ્યો છે. તેના સાથે જરૂૂરી સામાન જેવા કે ટેન્ટ વગેરે પણ છે. તેનો ઉદ્દેશ્ય લોકોને સનાતન ધર્મ પ્રત્યે જાગૃત કરવાનો અને દેશભક્તિની ભાવના જગાવવાનો છે. તે માને છે કે આવી યાત્રા દ્વારા દેશના યુવાનોને પ્રેરણા મળશે અને તેઓ પણ દેશ સેવામાં જોડાશે.યશપાલની આ યાત્રાએ દેશભરમાં ધ્યાન ખેંચ્યું છે અને લોકો તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે.
ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેના વિશે પોસ્ટ કરી રહ્યા છે અને તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આવી નાની ઉંમરે દેશ સેવાનું આવું મહાન કાર્ય કરવા માટે યશપાલને દરેક વ્યક્તિ શાબાશી આપે છે. તેનું આ ઉદાહરણ દેશના અન્ય યુવાનો માટે પ્રેરણાદાયી છે.