ખાણીપીણીના નમૂના ફેલ થતા 14 વેપારીઓને રૂા.2.72 લાખનો દંડ
રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ (ગુણવત્તા વિહીન) જાહેર થતાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આ મામલે એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયેલા કેસોની સુનાવણી બાદ, 14 ધંધાર્થીઓને કુલ 2,72,000 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા, જે લેબોરેટરી પરીક્ષણમાં ગુણવત્તા વિહીન જણાયા હતા. આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની કોર્ટમાં ચાલી ગયા હતા. સુનાવણી દરમિયાન, આરોપીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી. જોકે, નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ હોવાનું પુરવાર થતાં, એડિશનલ કલેક્ટરે કડક વલણ અપનાવીને દંડ ફટકાર્યો હતો.
આ કાર્યવાહીમાં, રાધે ડેરી રૈયા રોડ પેટીસના નમૂના ફેલ થતાં 10 હજારનો દંડ, પ્રકાશ સ્ટોર નંદ મુખવાસ, પ્રહલાદ ટોકીઝ બાજુમાં 14 હજારનો દંડ, નંદનવન રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટ દોઢસો ફૂટ રીંગ રોડ મંચુરિયનના નમૂના સબ-સ્ટાન્ડર્ડ જણાતા 20 હજારનો દંડ,પરેશભાઈ રવજીભાઈ (જસદણ) ઘીના નમૂના ફેલ થતાં 10હજાર નો દંડ, દિનેશભાઈ સાણી (જસદણ) ઘીના નમૂના ફેલ થતાં 10 હજાર નો દંડ,રાજપરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી: દૂધના નમૂના ફેલ થતાં 5 હજારનો દંડ, અતુલ અગ્રેલા તેલ (લીલાપુર): 21હજારનો દંડ.લીલુબેન: 5000નો દંડ,રાણીબેન: 5 હજારનો દંડ,અન્ય એક ધંધાર્થી 5 હજાર, સહિત ત્રણેય ધોરાજી, જામકંડોરણા રોડ, છૂટક ઘીનો ધંધો કરતા હતા,અજેન્દ્ર ડેરી ફાર્મ સોરઠીયાવાડી, કોઠારીયા રોડ: પનીરના નમૂના ફેલ થતાં 1,00,000 નો દંડ, ખોડીયાર નમકીન(ક્રિષ્ના પાર્ક સોસાયટી) દૂધના નમૂના ફેલ થતાં 10 હજાર નો દંડ,હિરવા હેલ્થ હેલ્થ ટેબ્લેટ 42 હજારનો દંડ, પરેશ વાલજી (નવાગામ)15,000 નો દંડ નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ દંડ ફટકાર્યો છે.