ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીમાં 14 બેઠકનો કાપ, 36 બેઠક સ્ત્રી અનામત

03:44 PM Oct 29, 2025 IST | admin
Advertisement

વોર્ડ નં. 2, 4, 6, 7, 8, 9, 15, 16, 18માં અનામત બેઠક વધી, ચૂંટણી પંચ દ્વારા ફેરફાર સાથેની 18 વોર્ડની નવી યાદી જાહેર

Advertisement

કુલ 25 બેઠક પછાત વર્ગ વિવિધ કેટેગરી માટે અનામત, વોર્ડ દીઠ મતદારની સંખ્યા 68 હજારની 84 હજાર નિયત કરાઇ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનું નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે. આ ફાળવણી આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેમાં રોટેશન પદ્ધતિથી બેઠકોની ફાળવણી કરાઈ છે. આ ફાળવણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, પછાતવર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે.કુલ 25 બેઠકો પછાત વર્ગની વિવિધ કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે.

દરેક વોર્ડની સરેરાશ મતદાર સંખ્યા 68 હજારથી 84 હજાર નિયત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાં અનુસૂચિત જાતિ માટે 5 બેઠકો અનામત છે,જ્યારે 1 બેઠક અનુસૂચિત આદિ જાતિ માટે અનામત છે. જેમાંથી 2 બેઠકો અનુસૂચિત આદિજાતિની મહિલાઓ માટે અનામત છે.મહિલાઓ માટે 50 ટકા લેખે કુલ 36 તેમજ 19 બેઠકો પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી છે તે પૈકી 9 બેઠકો પછાત વર્ગના મહિલાઓ માટે અનામત નક્કી કરવામાં આવી છે. રાજકોટ મહાનગર પાલિકામાં મૂળ 22 બેઠકો સામાન્ય રહેશે.
રાજકોટ મનપાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો સાથે 18 વોર્ડના = રોટેશન જાહેર કરવામા આવ્યા છે.

7 મનપાના સૂત્રોના જણાવાયા પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા નવા ફેરફારો કરેલા છે તે પ્રમાણે અનામત બેઠકોમાં મહિલાઓ માટે પણ અનામત વધારાઈ છે.ગત વખતની જેમ 72 બેઠકોમાં કઈ બેઠક કઈ કેટેગરીની રહેશે અને તેમાં મહિલા કઈ બેઠક લડશે, સામાન્ય બેઠક કઈ હશે તેની સ્પષ્ટતા સાથે ફાળવણી જાહેર કરતા આદેશ થયા છે. જેના લીધે આ વખતની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીમાં 14 બેઠકનો કાપ આવશે. જયારે 36 બેઠક સ્ત્રી અનામત રાખવામાં આવી છે. જેના લીધે કુલ 50 બેઠક અનામત અને 22 બેઠક સામાન્ય સાથેની યાદી ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.ગત વર્ષની ચૂંટણીમાં જે રોટેશન મુજબ બેઠકો ફાળવવામાં આવેલ તેમા ફેરફાર કરવામાં આવ્યુ છે. જે મુજબ મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીમાં વોર્ડ નં.1માં પ્રથમ બેઠખ અનુસુચિત જાતિ માટે તેમજ બાકીની ત્રણ બેઠક બિન અનામત રાખવામા આવી હતી.

આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠક પછાત વર્ગની અને બાકીની ત્રણ બેઠક સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નં.2માં ચારે બેઠક ગત ચૂંટણીમાં સામાન્ય હતી તેના બદલે આ વખતે અનુસુચિત જાતિ, સામાન્ય પછાત વર્ગ અને સામાન્ય તે રીતે ફેરફાર થયો છે. વોર્ડ નં.3માં ત્રણ સામાન્ય અને એક પછાત વર્ગની બેઠક હતી તે આગામી ચૂંટણીમાં ત્રણ સામાન્ય અને એક અનામત પછાત વર્ગની રહેશે. વોર્ડ નં.4માં ગત ચૂંટણીમાં ચારે બેઠક સામાન્ય કેટેગરીની હતી આગામી ચૂંટણી માટેના રોટેશનમાં ત્રણ બેઠક સામન્ય અને એક બેઠક પછાત વર્ગની રહેશે.

વોર્ડ નં.પમાં ત્રણ સામાન્ય અને એક બેઠક અનુસુચિત જાતિ માટે જાહેર થયેલી આગામી ચૂંટણીમાં ત્રણ સામાન્ય બેઠક અને એક પછાત વર્ગની રહેશે.વોર્ડ નં.6માં ચારે બેઠક સામાન્ય કેટેગરીમાં હતી તેના બદલે આગામી ચૂંટણીમાં એક અનુસુચિત જાતિ, પછાત વર્ગ અને બે બેઠક સામાન્ય કેટેગરીમાં વોર્ડ નં. 7માં અનુસુચિત જાતી માટે અને ત્રણ બેઠક સામાન્ય કેટેગરીમાં હતી આ વખતે બે બેઠક સામાન્ય અને એક બેઠક અનુસુચિત આદિ જાતી અને એક બેઠક સામાન્ય રહેશે. વોર્ડ નં.8માં ચારે બેઠક સામાન્ય હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં ત્રીજા નંબરની બેઠક પછાત વર્ગની અને બાકીની બેઠક સામાન્ય રહેશે. વોર્ડ નં.9માં ત્રણ સામાન્ય અને એક પછાત કેટેગરીમાં અનામત બેઠક હતી.

આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠકપછાત વર્ગ, ત્રીજી બેઠક અનુસુચિત જાતિ માટે અને બાકીની બે બેઠક સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નં.10માં ત્રણ સામાન્ય અને એક પછાત વર્ગની બેઠક હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં ત્રીજી બેઠક પછાત વર્ગ અનામત અને બાકીની ત્રણ સામાન્ય કેટેગરીની રહેશે. વોર્ડ નં.11માં ત્રણ સામાન્ય અને એક અનુસુચિત જાતિ માટે અનામત હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં યથાવત સ્થિતિ રાખવામાં આવી છે. વોર્ડ નં.12માં એક બેઠક પછાત અને ત્રણ સામાન્ય હતી આગામી ચૂંટણીમાં પણ આવી જ રીતે સ્થિતિ રાખવામાં આવી છે. વોર્ડ નં.13માં પછાત વર્ગ અને ત્રણ સામાન્ય બેઠક હતી આગામી ચૂંટણીમાં યથાવત સ્થિતિ છે. વોર્ડ નં.14માં પ્રથમ બેઠક અનુસુચિત જાતિ અને ત્રણ સામાન્ય બેઠક હતી.

આગામી ચૂંટણીમાં પ્રથમ બેઠક પછાત વર્ગ અને બાકીની ત્રણ સામાન્ય કેટેગરીમાં રહેશે. વોર્ડ નં. 15માં પ્રથમ બેઠક અનુસુચિત આદિજાતીની હતી અને બાકીની ત્રણ સામાન્ય હતી તેના સ્થાને આગામી ચૂંટણીમાં બે બેઠક પછાત વર્ગ અને બે બેઠક સામાન્ય કેટેગરીની રખાઈ છે. વોર્ડ નં.16માં ચારે બેઠક સામાન્ય કેટેગરીની હતી. આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠક અનુસુચિત જાતિ અને ત્રીજી બેઠક અનુસુચિત જાતિની તેમજ બાકીની બે સામાન્ય રહેશે. વોર્ડ નં. 17માં ત્રીજી બેઠક પછાત વર્ગ અને બાકીની ત્રણ સામાન્ય કેટેગરીની હતી. તે આગામી ચૂંટણીમાં યથાવત રાખવામાં આવી છે. વોર્ડ નં.18માં ચારે બેઠક સામાન્ય કેટેગરીની હતી આગામી ચૂંટણીમાં આ વોર્ડમાં પ્રથમ બેઠક પછાત વર્ગ, ત્રીજી બેઠક અનુસુચિત જાતિ માટે અને બાકીની બે બેઠક સામાન્ય રહેશે.

કુલ બેઠકોની કેટેગરી વાઇઝ યાદી
કુલ વોર્ડ 18
કુલ બેઠકની સંખ્યા 72
સ્ત્રી બેઠકની સંખ્યા 36
અનુસુચિતજાતી-5(આ પૈકી બે બેઠક સ્ત્રી માટે અનામત તેમજ અનુસુચિત જનજાતી-1, પછાત વર્ગ-19,(આ પૈકી 9 બેઠક પછાત વર્ગ સ્ત્રી માટે રહેશે.)
કુલ અનામત બેઠક 50
સામાન્ય બેઠક 22

Tags :
gujaratgujarat newsmunicipal electionsrajkotRajkot Municipal Corporationrajkot news
Advertisement
Next Article
Advertisement