સોની બજાર, કનકરોડ, લક્ષ્મીવાડીમાં વધુ 14 કોમર્સિયલ મિલકતો સીલ
વેરાવિભાગ દ્વારા આજે સોનીબજાર, કનકરોડ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં કોમર્શીયલ 14 મિલ્કતો સીલ કરી સ્થળ ઉપર રૂા. 77.22 લાખની વેરાવસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા રૈયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરીર રૂૂ.1.02 લાખ, રૈયા રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.58,000, સવજીભાઇની શેરીમાં 1-યુનિટને સીલ કરેલ છે., સાંકળી શેરીમાં આવેલ ’વિરમ ચેમ્બરર્સ’ ગ્રાઉન્ડ ફલોર શોપ નં-7 ને સીલ કરેલ છે.
, સોની બજારમાં આવેલ ’શ્રી અમુભાઇ આર્કેડ” ફર્સ્ટ ફલોર શોપ નં-103 ને સીલ કરેલ છે., કનકપરામાં આવેલ ’કલ્પતરૂૂ’ ફોર્થ ફલોર શોપ નં-401 નેને સીલ કરેલ છે, કરણપરામાં આવેલ ’જય કોમર્શિયલ કોમપ્લેક્ષ’ ઓફિસ નં-306 ને સીલ કરેલ છે, તિરુપરતિ ઇન્ઙ. એરીયામાં 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.93,500, લક્ષ્મીવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટની નોટિસ સામે રીકવરી રૂૂ.92,800, કેવડાવાડી મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.69,600/-નો ચેક આપેલ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ કનૈયા ચોકમાં 1-યુનિટને સીલ કરેલ છે, રણુજાનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.60,000, રિદ્ધિ સિદ્ધિ મેઇન રોડ પર આવેલ ’ગાયત્રી કલીનીક’ ને સીલ કરેલ છે, રિદ્ધિ સિદ્ધિ મેઇન રોડ પર આવેલ 2-યુનિટને સીલ કરેલ છે, નેહરૂૂનગર ઇન્ડ.એરીયામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.24 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.57,000/-નો ચેક આપેલ, કોઠારીયા રિંગ રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.06 લાખ નો ચેક આપેલ, શ્રધ્ધા પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ. 82,300, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 2-યુનિટને સીલ કરેલ છે.આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.