રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જિલ્લાની તમામ કોર્ટોમાં તા.14 ડિસે. નેશનલ લોકઅદાલત યોજાશે

01:20 PM Nov 16, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ નાં આદેશ અનુસાર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ઘ્વારા આગામી તા. 14.12.24 નાં નેશનલ લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું છે.
તા.14-12-2024 ના રોજ, જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાન પાત્ર કેસ , નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ કલમ 138 મુજબ ના ચેક નાં કેસ , બેંક રીકવરી દાવા , એમ.એ.સી.પી. નાં કેસ , લેબર તકરાર ના કેસ , લગ્ન વિષયક તકરારના કેસ , વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર હોય તે સિવાયના) કેસ , કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ , સર્વિસ મેટર ના પે અને એલાઉન્સીસ અને નિવૃતિ ના લાભ ના કેસ , રેવન્યુ કેસ ( ડીસ્ટીકટ કોર્ટ અને હાઈકોર્ટ માં પેન્ડીંગ હોય તે જ ,. અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વિગેરે ના કેસો માટે ની નેશનલ લોક અદાલતનું નાલ્સા ના એકશન પ્લાન મુજબ આયોજન કરેલ છે.

જામનગર જિલ્લા ની તમામ જાહેર જનતા તથા પક્ષકારો એ , તેઓના ઉપરોકત જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વિ. વકીલ મારફતે જે તે કોર્ટ માં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટ ને કેસ
લોક અદાલત માં મુકવા સંપર્ક કરવો.

લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે. જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. 2550106 ઉપર કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા સીનીયર સીવીલ જજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર ની યાદી મા જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsjamnagar newsNational Lok Adalat
Advertisement
Next Article
Advertisement