રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાત યુનિ.ના ઉત્તરવહી કૌભાંડમાં 14ની ધરપકડ

06:35 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

ત્રણ મુખ્ય સૂત્રધારો પણ ઝડપાયા, વિદ્યાર્થીદિઠ રૂા. 30 હજાર લીધાનો ઘટસ્ફોટ

Advertisement

ગુજરાત યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા સામે આવેલા ઉત્તરવહી કાંડના ગુનાનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉકેલી કાઢ્યો છે. આ કૌભાંડમાં સંકળાયેલા 14 વિદ્યાર્થી આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. મહત્વની વાત એ છે કે ઉત્તરવહી લખવા માટે વિદ્યાર્થીઓને આંખે પટ્ટા બાંધી લઇ જેવામાં આવતા હતા.

આ કૌભાંડની વિગત એવી છે કે થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા ના જવાબો લખવા માટે ની ઉત્તરવહી કાંડ નો પર્દાફાશ થયો હતો. જેમાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે આ કૌભાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી સન્ની, અમિત અને સંજય ડામોરની ધરપકડ કરી હતી. આ આરોપીઓની સઘન પૂછપરછ કરતા ઉત્તરવહી કાંડની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.

આ ત્રણેય આરોપીઓમાં સન્ની અને અમિત કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. જ્યારે સંજય ડામોર એ યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો. આરોપી ઓ કેટલાક એજન્ટો ને વચેટિયા તરીકે રાખીને યુનિવર્સિટીના નબળા વિદ્યાર્થી ઓને સોશિયલ મીડિયા ના મારફતે ટાર્ગેટ કરતા હતા. આરોપી ઓ ઉત્તરવહી લખાવવા વિદ્યાર્થી દીઠ 30 હજાર રૂૂપિયા લેતા હતા. જેમાં મુખ્ય આરોપી નો ભાગ 80 ટકા જ્યારે બાકીના વચેટિયા ઓના ભાગે આવતા હતા.
આ ઉત્તરવહી કાંડ ના કૌભાંડ માં યુનિવર્સિટીની પરીક્ષા પૂરી થયા બાદ જ્યાં ઉત્તરવહીઓ પડી હોય ત્યાંથી પટ્ટાવાળા સંજય મારફતે નક્કી થયેલા વિદ્યાર્થીઓની ખાસ ચિન્હ કરેલી ઉત્તરવહીઓ કાઢવાની. આરોપી સંજય ને ઉત્તરવહી કાઢવામાં સરળતા રહે તે માટે વિદ્યાર્થીઓ એ ઉત્તરવહી આગળના પેજ પર સ્વસ્તિક અને છેલ્લા પેજ પર નું નિશાન કરવાનો હતો.

ઉત્તરવહી કાઢી વાડજ પાસે અમિતની ઓફિસ એ વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને લાવવામાં આવતા. ઓફિસમાં પરીક્ષાની ઉત્તરવહીઓ લખાવવામાં આવતી અને બીજા દિવસે સવાર થતાં પહેલાં આરોપી સંજય એ ઉત્તરવહીઓ જે તે જગ્યાએ મૂકી દેતો હતો. પરંતુ એ દિવસ ઉત્તરવહીઓ મૂકવામાં મોડું થતા 24 જેટલી ઉત્તરવહીઓ મિસિંગ જણાઈ હતી. જેના બાદ આખું કૌભાંડ સામે આવ્યું હતું. હાલ પોલીસે પકડાયેલ 14 અને અગાઉના 3 એમ કુલ 17 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હજુ 10 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

Tags :
gujaratgujarat newsGujarat University
Advertisement
Next Article
Advertisement