ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાણાવાવમાં વંદે ભારત ટ્રેનના નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોના નિર્માણ માટે ફાળવાશે 135 કરોડ

11:11 AM Aug 08, 2025 IST | Bhumika
Advertisement

પશ્ચિમ રેલવે માટે રેલ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે. ગુજરાતના રાણાવાવ ખાતે વંદે ભારત ટ્રેનો માટે ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD)ના નિર્માણ માટે રૂા.135.5834 કરોડના અંદાજીત ખર્ચની મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા વંદે ભારત ટ્રેનોના જાળવણી માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરૂૂં પાડી શકે છે, જેના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે. આ વ્યૂહાત્મક પહેલ વંદે ભારત સહિતની અન્ય ટ્રેનો માટે જાળવણી માળખાકીય સુવિધાઓના વિકાસના વિશાળ યોજના અંતર્ગત છે.

Advertisement

રેલવેનો મુખ્ય ઉદેશ્ય છે કે, યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી રેલ ટ્રાફિક અને કોચિંગ સ્ટોકના જાળવણીની જરૂૂરિયાતો પૂર્ણ કરવી. પોરબંદરથી રાણાવાવ જાળવણી કાર્ય સ્થાનાંતરિત કરીને ભાર ઘટાડવો અને કાર્યક્ષમતા વધારવી. એલએચબી અને વંદે ભારત જેવી વિવિધ પ્રકારની ટ્રેનો માટે આધુનિક અને એકીકૃત જાળવણી સુવિધાનું નિર્માણ. રાણાવાવ ખાતે પૂરતું જગ્યા ઉપલબ્ધ હોવાથી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ શક્ય.

ઉપરાંત તેમા 650 મીટરની 02 પિટ લાઇનો, જેમાં છતયુક્ત શેડ હશે. 650 મીટરની વોશિંગ લાઇન. 222 મીટર ડ્ઢ 50 મીટરનું શેડ ધરાવતી સિક લાઇન. 650 મીટરની સ્ટેબલિંગ લાઇન, જેમાં બે 15 ટનની EOT ક્રેન લાગશે. 200 વર્ગ મીટરનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ, જેમાં વીજળી અને પ્રકાશની વ્યવસ્થા હશે. સંબંધિત વિજળી(TRD), સિગ્નલ અને ટેલિકોમ (ST) કામકાજ. આ આધુનિક જાળવણી સુવિધા સાથે સંબંધિત અન્ય સહાયક કામો પણ થશે. આ વિકાસ વંદે ભારત ટ્રેનો માટે જાળવણી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પગથિયો છે અને ગુજરાતમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂતી આપશે. આ ભારતીય રેલવેની આધુનિકતા અને શ્રેષ્ઠ યાત્રા સેવાઓ માટેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Tags :
gujaratgujarat newsRanavavRANAVAV newsVande Bharat train
Advertisement
Next Article
Advertisement