અયોધ્યા જવા 1344 રામભક્તો રવાના
- વજુભાઇ વાળાના હસ્તે લીલીઝંડી અપાઇ: ભાજપના હોદ્દેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ રામભકતોને વિદાય આપી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 500 વર્ષ પછી અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભવ્ય નિર્માણના ઉદઘાટન બાદ 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ સમગ્ર ભારતમાંથી રામભકતો અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન અર્થે ઉમટી પડયા છે ત્યારે રાજકોટ લોકસભાની આસ્થા ટ્રેનમાં 1344 રામભકતો ભાઈઓ-બહેનો અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ શહેરના તમામ લોકસભા વિસ્તારના રામભકતો માટે આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. રાજકોટ શહેરના દર્શનાર્થીઓ તા. 16 ના રોજ સાંજે 4.00 કલાકે રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હતા. આ તકે તેમનું સ્વાગત કરી તેમને મુસાફરી માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. અને "જય જયશ્રી રામ” તેમજ "ભારત માતા કી જય”ના નારા લગાવવામાં આવ્યા હતા. દરેક રામભકતોને લઈને અયોધ્યા પહોંચાડવા માટેની આસ્થા ટ્રેનને સાંજે 6.00 કલાકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ રાજકોટ રેલ્વે જંકશનથી આસ્થા ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી. આ આસ્થા ટ્રેનમાં માત્ર 1595 રૂૂપિયામાં રાજકોટ અયોધ્યા ટ્રેઈન ટીકીટ તેમજ ખાવા પીવા સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ટ્રેઈનની સંપૂર્ણ વ્યવસ્થા ઇન્ચાર્જ શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુર શાહ, સહઇન્ચાર્જ જયેશ ઉપાધ્યાય, બોલબાલા ટ્રસ્ટ, વોર્ડ નં. 1 ના પ્રમુખ હેમુ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી અને શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ તથા વિક્રમભાઈ પુજારાએ જહેમત ઉઠાવી. આ આસ્થા ટ્રેનમાં રાજકોટ શહેરના વોર્ડના કોચ લીડર તેમજ સહઇન્ચાર્જ તરીકે કાનાભાઈ ખાણઘર, પરાગ કોટક, જયસુખભાઈ મારવીયા, સંજયભાઈ દવે, રજનીભાઈ ગોલ, જયંતીભાઈ નોંધણવદરા, શૈલેષભાઈ ભુસા, અશ્વિનભાઈ ભોરણીયા, રજનીકાન્તભાઈ વેકરીયા, નરેન્દ્રભાઈ વેકરીયા સહિતના વોર્ડના આગેવાનોએ વ્યવસ્થા જાળવવા માટે આસ્થા ટ્રેનમાં જોડાયા હતા. આ તકે રાજકોટ રેલ્વે જંકશન ખાતે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઈ પુજારા સહિતના શહેર ભાજપના હોદેદારો સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આસ્થા ટ્રેનમાં જતા રામભકતોને શુભેચ્છા પાઠવી હતી.