134 ભૂતિયા શિક્ષકોને કરાયા ઘરભેગા, રાજ્યના શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી
06:35 PM Aug 13, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે રાજ્યના શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. મળતી વિગતો અનુસાર, સતત ગેરહાજર રહેતા 134 શિક્ષકોને રાજ્ય સરકારે બરતરફ કરીને ઘરેભેગા કરી દીધા છે.
રાજ્યના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો વારંવાર સામે આવતી હતી. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. સરકારને સોંપાયેલી માહિતી અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વિના કે મંજૂરી વિના જ ગેરહાજર ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે
Next Article
Advertisement