રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગ

11:41 AM Feb 05, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કુલ 45 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જે પૈકી 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે અને હવે 32 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જોવા મળશે.

Advertisement

વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકોમાંથી 13 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે જેમાં વોર્ડ નં 1 ના 4, વોર્ડ નં 5 ના 4, વોર્ડ નં 3 અને 7 માંથી 2-2 તેમજ વોર્ડ નં 4 માં 1 ઉમેદવાર સહીત કુલ 13 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે જેમાં ભાજપના સૌથી વધુ 11 જયારે કોંગ્રેસ અને બસપાના 1-1 બિનહરીફ જાહેર થયા છે બાકી રહેલ 15 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત બસપા, એનસીપી અને આમ આદમી પાર્ટી મેદાને હોવાથી કાંટે કિ ટક્કર સમાન મુકાબલો જોવા મળી સકે છે.

બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો

1. રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા  ભાજપ
2. રીનાબેન બ્રિજેશભાઈ વરિયા  ભાજપ
3. શીતલબેન નવઘણભાઈ કડીવાર  ભાજપ
4. સંજયકુમાર છગનભાઈ જાડા  ભાજપ
વોર્ડ નંબર  03
5. ગીતાબેન દીપક જોશી  ભાજપ
6. ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી  ભાજપ
વોર્ડ નંબર  04
7. એકતાબેન હસમુખભાઈ ઝાલા  કોંગ્રેસ
વોર્ડ નંબર  05
8. દિનેશભાઈ અશોકભાઈ સોલંકી  ભાજપ
9. માધવીબેન દિપકભાઈ દવે  ભાજપ
10. સોનલ જીજ્ઞેશ શાહ  ભાજપ
11. હર્ષિત દિનેશકુમાર સોમાણી  ભાજપ
વોર્ડ નંબર  07
12. જલ્પાબેન ભરતભાઈ સુરેલા  બસપા
13. સુનીતા વિજય મદ્રેસાણીયા  ભાજપ
Tags :
gujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Advertisement