વાંકાનેરમાં 13 બેઠકો બિનહરીફ, હવે 32 ઉમેદવારો વચ્ચે જંગ
વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન સાત ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કુલ 45 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જે પૈકી 13 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે અને હવે 32 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જોવા મળશે.
વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકોમાંથી 13 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે જેમાં વોર્ડ નં 1 ના 4, વોર્ડ નં 5 ના 4, વોર્ડ નં 3 અને 7 માંથી 2-2 તેમજ વોર્ડ નં 4 માં 1 ઉમેદવાર સહીત કુલ 13 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે જેમાં ભાજપના સૌથી વધુ 11 જયારે કોંગ્રેસ અને બસપાના 1-1 બિનહરીફ જાહેર થયા છે બાકી રહેલ 15 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ જામશે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત બસપા, એનસીપી અને આમ આદમી પાર્ટી મેદાને હોવાથી કાંટે કિ ટક્કર સમાન મુકાબલો જોવા મળી સકે છે.
બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો