ચાઈનીઝ ગેંગ સાથે મળી હવાલા રેકેટ ચલાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના 13 શખ્સો ઝડપાયા
છેતરપિંડીથી પડાવેલા રૂપિયા એક એકાઉન્ટ ભાડે રાખી વિદેશમાં હવાલાથી મોકલવાના રેકેટનો પર્દાફાશ
ચાઈનીઝ સાયબર માફિયા સાથે મળી છેતરપીંડીથી મેળવેલા રૂપિયા સ્થાનિક લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખી આ રૂપિયા હવાલા મારફતે ક્રીપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી વિદેશ મોકલવાના રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કરી સૌરાષ્ટ્ર અન ેગુજરાતના 13 શખ્સોની ધરપકડ કરી છે. આ સમગ્ર રેકેટમાં આંગડિયા મારફતે હવાલાનું રેકેટ ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
અમદાવાદ સાયબર ક્રાઈમે બાતમીના આધારે વિદેશી સાયબર ગેંગ સાથે મળી રેકેટ ચલાવનાર 13 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં 1) ફૈઝાન અનવરહુસૈન શેખ(ઉ.વ. 22 રહે ગવલી મહોલ્લા, સદર બજાર કેમ્પ, એરપોર્ટ રોડ, અમદાવાદ), 2) રાજુ જગદીશભાઇ પરમાર (ઉ.વ. 24, આમ્રપાલી ફ્લેટ, બાપુનગર, મૂળ કોટડા-બનાસકાંઠા), 3) અમિત ધનજી પટેલ(ઉ. 35, મારૂૂતિ પ્લાઝા, કૃષ્ણનગર, મૂળ લખતર-સુરેન્દ્રનગર), 4) રાજુ પરષોત્તમ સાંખટ( 28, ગુ.હા.બોર્ડ, બાપુનગર, મૂળ ભાદરોડ, મહુવા-ભાવનગર), 5) દર્શન જગદીશ સેંજલિયા (ઉ.વ. 21, શ્રીનાથપાર્ક સોસાયટી, નિકોલ ગામ-અમદાવાદ), 6) રાજેશ સવજીભાઇ જાસોલિયા (ઉ.વ 41, જયશ્રીનગર, વટવા, મૂળ આંબલા-ભાવનગર), 7) વિકી શૈલેષભાઇ પટેલ (ઉમિયારો હાઉસ. સરદાર ચોક, કૃષ્ણનગર, મૂળ કોટડી-વિજાપુર), 8) દિલીપ સવજીભાઇ જાગાણી (ઉ.વ. 31 હરિકૃપા સોસાયટી, નિકોલ, મૂળ ગારિયાધાર), 9) કિશોર નાગજીભાઇ પટેલ (ઉ.વ 42, ઠક્કરનગર, મૂળ ખોડવદરી ગામ-ભાવનગર), 10) અલ્કેશ વિનુભાઇ પટેલ(ઉ.વ. 46, ઘનશ્યામ વિલા, સુકન ચોકડી-નરોડા), 11) દીપક ભાઇલાલભાઇ રાદડિયા (ઉવ. 47, રહે. ધનલક્ષ્મી સોસાયટી, હીરાવાડી, સૈજપુર બોઘા), 12) દર્શિલ પરેશભાઇ શાહ (ઉ.વ 40, રહે. મંગલદીપ ફ્લેટ - સેટેલાઇટ), 13) કેતન એશોકભાઇ પટેલ (ઉ.વ 38, શ્યામસુકન સોસાયટી, પીડીપીયુ રોડ, ગાંધીનગર મૂળ વિજાપુર)નો સમાવેશ થાય છે.
દેશના નાગરિકોના કરોડો રૂૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ થઇને ચાઇના પહોંચી રહ્યા છે. પોલીસે તેમને ઝડપી લઇને વધુ તપાસ શરૂૂ કરી છે. આ તો એક ટૂકડીની વાત થઇ, આવી તો સંખ્યાંબંધ ગેંગ અમદાવાદ અને ગુજરાતમાં સક્રિય છે. જે જરૂૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ભાડે લઇને તેમાં આવા કાંડ કરી રહ્યા છે. જોકે, તેમને બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે ચોક્કસ કમિશન મળી જતું હોય છે.
આ ગેંગ ચાઇનીઝ ગેંગ જે રૂૂપિયા ખંડણી પેટે ઉઘરાવે તેના ટ્રાન્જેક્શન માટે ખાતા ભાડે આપવાની જ કામગીરી કરી રહી છે. આ ગઠિયાઓએ સોફ્ટવેર કંપનીના નામે શહેરના કૃષ્ણનગર, વિજય ચાર રસ્તા નજીક મારૂૂતિ પ્લાઝામાં બે ઓફિસ ભાડે રાખીને કાંડ શરૂૂ કર્યો હતો. ઓફિસમાં રિસેપ્સનીસ્ટ તરીકે બે યુવતી પણ કામ કરતી હતી. જોકે, તેમને આ દેશ વિરોધી પ્રવૃતિ અંગે જાણ હતી કે કેમ તે તપાસનો વિષય છે.
પોલીસે કેતન, દિલીપ, દીપક તથા દર્શિલને ઝડપી લીધા છે. જ્યારે તેમનો એક મહત્વનો સાગરીત ચિંતન ભગત ભાગી ગયો છે. આ લોકોની તપાસમાં આવી વિગતો સામે આવી છે કે, દીપક છેલ્લા એક વર્ષથી આવા એકાઉન્ટ માટે કામ કરી રહ્યો છે. તેણે 200 એકાઉન્ટ જુદા જુદા ગઠિયાઓને પ્રોવાઇડ કર્યા છે. જ્યારે દિલીપ જાગાણીએ 3 મહિનામાં 40 એકાઉન્ટ પ્રોવાઇડ કર્યા હતા. પોલીસને મેળેલા 106 બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. જે એકાઉન્ટમાં ફ્રોડના રૂૂપિયા ટ્રાન્સફર થઇ હોવાની 135 ફરિયાદો નોંધાઇ છે. જ્યારે દિલીપે પ્રોવાઇડ કરેલા એકાઉન્ટમાં આઠ કરોડ રૂૂપિયાની અને દીપકે પ્રોવાઇડ કરેલા એકાઉન્ટમાં 10 કરોડની એન્ટ્રીઓ પડી છે.
કેતન પટેલે બીબીએ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પહેલાં એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. તે ક્રિપ્ટો કરન્સીના રવાડે ચઢી ગયો હતો. કેતન તેના એક કેન્યાના મિત્ર મારફતે ચાઇનીઝ ગઠિયાઓના સંપર્કમાં આવ્યો હતો. કેન્યાનો જોહનસ પણ આવા જ કાંડ કરે છે. ચાઇનીઝ લોકોના સંપર્કમાં આવ્યા બાદ કેતન તેમની જરૂૂરિયાત મુજબ બેંક એકાઉન્ટ તેમને પ્રોવાઇડ કરતો હતો. સાયબર ક્રાઈમની ટીમે 30 પાસબુક, 39 ચેકબુક, 59 એટીએમ કાર્ડ, 9 સીમકાર્ડ, 5 એકાઉન્ટ માટેના ફોર્મ, 5 બેંક ડિપોઝિટ માટેની સ્લીપ, 1 નોટો ગણવાનું મશીન, 1 ફિંગર પ્રિન્ટ સ્ક્રેનર મશીન, 2 રબર સ્ટેમ્પ, 4 હિસાબ માટેના ચોપડા, 30 મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં.