For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતની હોસ્પિટલમાં ધન તેરસે 13 લક્ષ્મીજી અને 10 દીકરાઓનો જન્મ

03:32 PM Oct 20, 2025 IST | Bhumika
સુરતની હોસ્પિટલમાં ધન તેરસે 13 લક્ષ્મીજી અને 10 દીકરાઓનો જન્મ

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી ડાયમંડ હોસ્પિટલમાં 18 ઓક્ટોબરને રોજ ધનતેરસના પાવન પર્વે એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું હતુ. ધનતેરસે જન્મેલા 23 બાળકો પૈકી 13 દીકરીઓ અને 10 દીકરાનો જન્મ થયો છે. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં તારીખ 18 ઓક્ટોબર શનિવારે ધનતેરસના દિવસે અનોખી સિદ્ધિ નોંધાઈ છે. જેમાં 24 કલાકમાં 23 ડિલિવરી કરાવવામાં આવી હતી. ધનતેરસના પાવન પર્વે લક્ષ્મીજીનું અવતરણ થયું હોય તેમ 23 નવજાત પૈકી 13 દીકરીઓ અને 10 દીકરાનો જન્મ થયો છે. હાલ તમામ નવજાત શિશુ અને તેમની માતાઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ડાયમંડ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, અમારી હોસ્પિટલની ઘઙઉનો રોજના 950-1000 દર્દીઓ લાભ લઈ રહ્યા છે. જ્યારે મહિને 300-350 ડિલિવરી થાય છે. ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર રૂૂ 1800 અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સિવાય સિઝેરિયન ડિલિવરીનોનો ચાર્જ માત્ર રૂૂ 5000 છે અને દીકરી જન્મે તો રૂૂ 3200 સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ લેવામાં આવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement