ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરમાં ઝેરી ખોરાક ખાવાથી 13 ગાયોનાં મોત

01:11 PM Oct 18, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

તંત્રમાં દોડધામ : જીવદયાપ્રેમીઓમાં રોષ

સુરેન્દ્રનગર શહેરમાં ઝેરી ખોરાક ખાઇ જતા એક સાથે 13થી વધુ ગાયોના મોત ગુરૂૂવારના રોજ થયા હતા.જેનો વિડીયો ફરતો થતા તંત્ર દોડતું થયું હતું. જ્યારે ગાયોના મોત શું ખાવાથી થયા તેની તપાસ હાથ ધરાઇ છે. સુરેન્દ્રનગર શહેરમાં ગુરૂૂવારના રોજ દાળમિલ રોડ કૃષ્ણનગર વિસ્તાર અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોઇક ઝેરી પદાર્થ એકાએક ગાયો પડીને મૃત્યુ પામવા લાગી હતી. જેને લઇ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો. જેનો જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવીને ફરતો કરવામાં આવતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. ત્યારે હાલ આ ગાયોના મોત શા કારણોસર થયા તે જાણવા માટે તપાસ હાથ ધવામાં આવી છે. બીજી તરફ જીવદયા પ્રેમીઓમાં પણ આમ ટપોટપ ગાયોના મોત થવાને લઇ રોષની લાગણી ફેલાઇ છે.

Tags :
cows deathgujaratgujarat newsSurendranagarSurendranagar news
Advertisement
Advertisement