ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યના 170 તાલુકામાં ઝાપટાથી માંડી 13॥ ઇંચ વરસાદ

01:28 PM Jun 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સુરતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું, 48 કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી

Advertisement

રાજ્યમાં મોસમનો 21.51 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.23 ટકા

સૌરાષ્ટ્ર - ગુજરાતમા ચોમાસુ બરાબરનુ જામ્યુ છે રવિવારે 150 જેટલા તાલુકામા વરસાદ નોંધાયા બાદ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયનાં 170 તાલુકામા સામાન્ય ઝાપટાથી માંડી 13.6 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે અને વાવણીકાર્ય પૂર જોશમા શરૂ કરી દીધુ છે.આજના વરસાદ સાથે રાજયમા 21.15 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર રિજીયનમા સૌથી વધુ 26.23 ટકા, કચ્છમા 21.65 ટકા, દક્ષિણ ગુજરાતમા 20.71 ટકા તથા ઉતર ગુજરાતમા 14.90 ટકા વરસાદ નોંધાયો છે.છેલ્લા 48 કલાકમા સુરતને મેઘરાજાએ રીતસર ધમરોળી નાખ્યુ હોય તેમ રવિવારે 3 ઇંચ વરસાદ બાદ આજે સવાર સુધીમા વધુ 13.6 ઇંચ વરસાદ પડી જતા સુરત જળબંબાકાર થઇ ગયુ છે.આ સિવાય કામરેજમા 10.7 ઇંચ, પલસાણામા 8.2, બારડોલીમા 6.6, તિલકવાડામાં 6, ડોલવાણમા 5.3, બોરસદમાં 5.2, ઓલપાડમાં પાંચ, ચોર્યાસમા 4.3 અને વ્યારામા 4 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજયનાં કુલ 34 તાલુકામા બે ઇંચથી વધુ તથા 74 તાલુકામા એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લો
ભાવનગર જિલ્લામાં હરવા -ભારે ઝાપટા થી લઈ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉમરાળામાં બે ઇંચ, ગારીયાધારમાં એક ઇંચ ,મહુવા અને વલભીપુર માં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે મહુવા અને વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લા
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 145 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 171 મી.મી. અને સૌથી ઓછો ગીર ગઢડા તાલુકામાં 103 મી.મી. વરસાદ નોંધાયો છ જિલ્લામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

10 ડેમ 100 ટકા ભરાયા, 29માં 70થી 100 ટકા પાણી આવતા વોર્નિંગ
4રાજયમાં 207 જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ
સતત વરસાદનાં કારણે રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 10 જળાશયો સંપૂર્ણપણે (100%) ભરાઈ ગયા છે, જેના પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 29 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.આ સંપૂર્ણ ભરાયેલા 10 જળાશયોમાં અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, લીમ-ભોગાવો-1 અને સબુરી, જામનગર જિલ્લાના વાઘડીયા, કચ્છના કલાઘોઘા, ભાવનગરના રોજકી તથા બગડ અને બોટાદ જિલ્લાના ભીમદાદનો સમાવેશ થાય છે.હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 45.01% જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આ આંકડો ગત વર્ષે આ જ સમયે, એટલે કે જૂન 23, 2024 ના રોજ, 38.26% હતો, જે દર્શાવે છે કે આ વર્ષે જળસંગ્રહમાં નોંધપાત્ર 7% થી વધુનો વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 50.15% પાણી સંગ્રહાયેલું છે.પ્રદેશવાર જળાશયોની સ્થિતિ જોઈએ તો, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી વધુ 48.15% જળ સંગ્રહ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 43.80%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.03%, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 33.10%, અને કચ્છના 20 જળાશયોમાં 28.72% થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે આ સિવાય, સરદાર સરોવર સહિત રાજ્યના 25 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે, 61 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે, જ્યારે 82 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. હાલની સ્થિતિએ સરદાર સરોવરમાં 18 હજાર ક્યુસેકથી વધુ, દમણગંગામાં 16 હજાર ક્યુસેકથી વધુ, વંથલીના ઓઝત-વિઅરમાં 13 હજાર ક્યુસેકથી વધુ તેમજ ઓઝત-વિઅરમાં 13 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

Tags :
gujaratgujarat newsMonsoonrainrain fall
Advertisement
Advertisement