ગુજરાતમાં 13.1 લાખ મતદારો મૃત નીકળ્યા
બે લાખ મતદારોના નામ ડબલ, 16 લાખ કાયમી સ્થળાંતર કરી ગયા, 2.44 લાખ મતદારો સરનામા ઉપર ગેરહાજર
શનિ-રવિ તમામ મતદાન મથકો ઉપર ફોર્મ ભરવા અને સ્વીકારવાની વ્યવસ્થા
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે.
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરાયું છે.રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે.
આ કામગીરીમાં 89.28 % ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે છે.જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ કામગીરી પ્રગતિમાં છે.ગણતરી દરમિયાન રાજ્યભરમાં 13.1 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા.જ્યારે 2.44 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 16 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
તદુપરાંત 2 લાખ જેટલા મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.મતદારોની ગણતરીની સમગ્ર કામગીરીને સુપેરે પૂરી કરવામાં કાર્યરત ગુજરાતના તમામ BLOને CEO કચેરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવે છે. સાથોસાથ BLO ને કોઈપણ તકલીફ હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. આ ફોર્મ પૈકી પરત મળેલા ફોર્મને ડિજીટાઈઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દરમિયાન આજથી બે દિવસ ગુજરાતભરમા મતદાન મથકો ઉપર એસ. આઇ. આર. નાં ફોર્મ ભરવા અને સ્વિકારવાની કામગીરી શકુ કરાઇ છે. જે મતદારો ફોર્મ આપી શકતા નથી તેવા મતદારો મતદાન મથકોમા બી.એલ.ઓ. પાસે ફોર્મ રજુ કરી શકશે અને જે મતદારોને ફોર્મ ભરવામા સમસ્યા છે તેવા લોકો મતદાન મથકોએ ઉપસ્થિત સ્ટાફનાં માર્ગદર્શનથી ફોર્મ પણ ભરીને રજુ કરી શકશે.