For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત

01:31 PM Aug 25, 2025 IST | Bhumika
તરણેતરના મેળામાં 129 આરોગ્ય કર્મચારી રહેશે તૈનાત

લોક મેળાઓમાં જનસમુદાયનું સ્વાસ્થ્ય જાળવવું એ એક મોટો પડકાર હોય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતર મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ ઉમટી પડતાં હોય છે. ત્યારે આ મેળામાં કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સુદૃઢ અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા મેળાના સ્થળ પર આરોગ્ય સેવાઓનું એક અભૂતપૂર્વ માળખું ગોઠવવામાં આવ્યું છે. આ માળખામાં માત્ર તાત્કાલિક સારવાર જ નહીં, પરંતુ પૂર્વ આયોજન, મોનિટરિંગ અને કટોકટી વ્યવસ્થાપનનો પણ સમાવેશ થાય છે. જેના વિશે વિસ્તૃત માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી ગોહિલે જણાવ્યું હતું કે, મેળા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કુલ 25 મેડિકલ ઓફિસર અને 104 આરોગ્ય કર્મચારીઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં ડોક્ટર્સ, નર્સ, ફાર્માસિસ્ટ અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે.

Advertisement

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેળાના કોઈપણ ભાગમાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂૂર પડે તો તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં અલગ-અલગ પાંચ સ્થળોએ મેડિકલ ટીમો ગોઠવવામાં આવી છે, જેમાંથી ચાર ટીમો 24 કલાક અવિરત સેવા આપશે. આ કેન્દ્રો પર સામાન્ય બિમારીઓથી માંડીને ઈમરજન્સી કેસ માટે જરૂૂરી દવાઓ અને સાધનો ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

જરૂૂર જણાયે, તાત્કાલિક સારવાર માટે દર્દીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં વિલંબ ન થાય તે માટે મેળામાં ચાર એમ્બ્યુલન્સ અને 108 એમ્બ્યુલન્સની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર મેળાના સ્થળ પર જ નહીં, પરંતુ આસપાસના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને સામુહિક આરોગ્ય કેન્દ્રો (ઈઇંઈ)ને પણ 24 કલાક ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવી છે. જેથી મેળાના સ્થળ પર રિફર થતા દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement