જામ્યુકોનું રૂા.1243.7 કરોડનું કરબોજ વગરનું બજેટ
સ્ટેન્ડિંગ કમિટીને ડ્રાફટ રજુ કરતાં કમિશનર, રૂા.183.87 કરોડની પુરાંત
રિવરફ્રન્ટ, સ્પોર્ટસ કોમ્પ્લેકસ, ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ મેદાન સહિતની યોજના
જામનગર મહાનગર-પાલિકાનું વર્ષ 2024-25 નું વાર્ષિક રૃા. 1243.70 કરોડનું બજેટ આજે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને સુપ્રત કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું સમ્ય, રોડ-રસ્તાના કાર્યો, ગૌરવ પથ, નંદઘર, રિવરફ્રન્ટ, ઓડિટોરિયમ, નવા ફાયર સ્ટેશન, શાક માર્કેટ, સિવિક સેન્ટર, વગેરેનો નવા આયોજનો બજેટમાં સૂચવાયા હતા. આ ઉપરાંત વધુ એક વખત નવા સ્મશાનનું આયોજન પણ સૂચવાયું છે. આ બજેટમાં કરદરમાં કોઈ વધારો સૂચવાયો નથી.
જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડે. મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સભ્યો, અધિકારીઓ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જે વર્ષ 2024-25 નું વાર્ષિક રૃા. 1243 કરોડ 70 લાખનું કરદર વધારા વગરનું બજેટ મ્યુનિ. કમિશનર ડી. એન. મોદી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સમક્ષ કરવામાં આવ્યું હતું. સાથે જ શિક્ષણ સમિતિનું બજેટ પણ રજૂ કરાયું હતું.
અવિરત વિકાસ અને સેવાયજ્ઞને આગળ વધારતા વિશેષ આયોજનો બજેટમાં સમાવાયા હતા. જેમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટ અને ફોરેસ્ટ ઓફિસ (ગંજીવાડા), સુધી બંને ફિલ્ટર પ્લાન્ટની ઠેબા ચોકડી સુધી 700 એમએમ ડાયાની લંબાઈ સુધી પાઈપલાઈન માટે રૂૂ. 20.82 કરોડના ખર્ચનું આયોજન થયું છે. જેમ છેવાડાના વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી બનશે. ઉપરાંત રૃા. 23.84 કરોડના ખર્ચે પાણી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નક્કી કરવામાં આવશે.
ઉંડ-1 ડેમ પાસે ઈન્ટેકબેલ અને મશીનરી માટે રૃા. 10 કરોડ 91 લાખનો ખર્ચ, શંકર ટેકરી અને સમર્પણ ઈએસઆરમાં સમ્પ અને મશીનરી માટે બાર કરોડના ખર્ચનું આયોજન કરાયું છે, રૂૂ. 43.83 કરોડના ખર્ચ રોડ રસ્તાના કામો, પાયલોટ બંગલાથી પંચવટી માન સરોવર એપાર્ટમેન્ટ સુધી ગૌરવ પથ માટે રૂા. 15.22 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.
100 ટકા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ચાર કરોડના ખર્ચે સીસીરોડ-પેવર બ્લોક તથા આયોજન મંડળ હસ્તક ધારાસભ્યની 10, ર0 તથા 100 ટકા ગ્રાન્ટ અંતર્ગત રૂા. 3 કરોડના ખર્ચે સીસીરોડ, પેવર બ્લોકના કામો કરવામાં આવશે.
જામનગરમાં રૂા.6 કરોડ 36 લાખના ખર્ચે નંદઘર, જયારે રિવરફ્રન્ટ માટે 600 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જેથી શહેરને એક રી-ક્રિએશન ઝોન મળશે.
વિશાલ હોટલ પાછળ રર હજાર ચો.મી. જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂા.31 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. હાપા નજીક પાંચ કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ અન્ય સ્થળે ફૂટબોલ ગ્રાઉન્ડનું પણ સરકારના સહયોગથી આયોજન થયું છે.
રૂા.સાડાચાર કરોડના ખર્ચે 1પ કિ.મી લંબાઈમાં બાઈડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવા તેમજ ટીપી-ડીપીના રસ્તા માટે 6પ કિમીની લંબાઈના રસ્તા ખુલ્લા કરવા માટે રૂા.10 કરોડની ગ્રાન્ટનું આયોજન છે. પેકેજ-1 અન્વયે રૂા.19.પ0 કરોડના ખર્ચે પેકેજ -રમાં 14.9પ કરોડના ખર્ચે આસ્ફાલ્ટ રોડનું આયોજન સૂચવાયું છે.
વિજયનગર જકાત નાકાથી નાઘેડી બાયપાસ રોડ પર અન્ડર બ્રીજ માટે રૂા. 19.ર0 કરોડ, તેમજ ત્રીજા સ્મશાન માટે વધુ એક વખત આયોજન જાહેર કારયું છે. બેડી મરીનથી વાલસુરા નેવી થઈ રોઝી પોર્ટ સુધી રૃા. 10 કરોડના ખર્ચે નેકલેશ રોડનો પણ ફરી વખત ઈરાદો જાહેર થયો છે.
શહેરમાં બે ડિજીટલ લાયબ્રેરી પાર્ટી પ્લોટ, વિકસાવવા, પીપીપીના ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા, કુલ પાંચ ગૌરવ પથ બનાવવા તથા ત્રણ દાદા-દાદી પાર્ક બનાવવાનો ઈરાદો જાહેર કરાયો છે.આ ઉપરાંત શહેરમાં કરોડો રૃપિયાના ખર્ચે અનેક વિકાસ કામો પ્રગતિમાં હોવાનું જાહેર કરાયું છે. જેમાં ફલાય ઓવરબ્રીજ, રેલવે ઓવરબ્રીજ, અન્ડર બ્રીજ, સાયન્સ નોલેજ પાર્ક, નવા જનલર બોર્ડની ઈમારત, ભુજીયા કોઠાનું રેસ્ટોરેશન, હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર,રોશનીથી માર્ગ સુશોભિત, ઘરના ઘરની યોજના અન્વયે આવાસ યોજના વગેરે કામોનો સમાવેશ થાય છે.
મહેસુલી આવક રૃા.4ર1 કરોડ અંદાજવામાં આવી છે. જેમાં શરૂૂઆતની મહેસુલી સિલક કુલ રૂા.17.93 કરોડ ઉમેરતા કુલ રૂા.438.93 કરોડ અને મહેસુલી ખર્ચ 4ર1 કરોડ અંદાજવામાં આવ્યા છે. અને વર્ષાન્તે રૂા. 17.93 કરોડની બંધ મહેસુલી બંધ પુરાંત દર્શાવાઈ છે.
મહેસુલી આવકમાં ટેકસની આવક 117.67 કરોડ ટેકસ વગરની આવક 161.પ4, એજ્યુકેશન શેષ, લેબર વેલ્ફેર શેષની આવક રૃા. 18.40 કરોડ, ઓકટ્રોય ગ્રાન્ટ આવક 4ર કરોડ અન્ય ગ્રાન્ટ આવક રૃા. 64.8પ કરોડ તથા અન્ય આવક રૃા. 16.પ3 કરોડ મળી 421 કરોડ સાથે મહેસુલી ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) રૂા. 98.7ર કરોડ, એસ્ટા (સફાઈ) રૂા. 106.13 કરોડ, એસ્ટા (જેએમટીએસ) રૂા. પ.64 કરોડ, વહીવટી ખર્ચ રૂા.પ.પ8 કરોડ, મરામત નિભાવ રૂા. 66.10 કરોડ મહેસુલી ગ્રાન્ટ ખર્ચ રૂા. પપ.01 કરોડ, લોન વ્યાજ ખર્ચ રૂા.0.8પ કરોડ, એજ્યુકેશન શેષ લેબર વેલફેર સરકારમાં જમા કરાવવા માટે રૂા. 17.90 કરોડ, પ્રોગ્રામ ખર્ચ રૂા. પ.93 કરોડ જાહેર શિક્ષણ ખર્ચ રૂા.ર7.રપ કરોડ તેમજ કેપીટલ ખાતે ટ્રાન્સફર ખર્ચ રૂા. 11.74 કરોડ મળી કુલ 4ર1 કરોડ થવા જાય છે. રૂૂપિયો કયાંથી આવશે કયાં વપરાશે. મહેસુલી આવકમાં ટેકસની આવક ર8 પૈસા, ટેકસ વગરની આવક 38 પૈસા, એજ્યુકેશન શેષ, લેબર વેલફેર શેષ 4 પૈસા ઓકટ્રોય ગ્રાન્ટ આવક 10 પૈસા, અન્ય ગ્રાન્ટ આવક 16 પૈસા અને અન્ય આવક 4 પૈસા મળી કુલ 100 પૈસા સામે ખર્ચમાં એસ્ટા (સ્ટાફ) ર4 પૈસા, એસ્ટા (સફાઈ) રપ પૈસા, એસ્ટા (જેએમટીએસ) 1 પૈસા વહીવટી ચાર્જ 1પૈસા, મરામત નિભાવ 16 પૈસા, મહેસુલી ગ્રાન્ટ 12 પૈસા એજ્યુ. વેલફેર શેષ 4 પૈસા, પ્રોગ્રામ ખર્ચ 1 પૈસો, જાહેર શિક્ષણ પાંચ પૈસા, પરચુરણ ખર્ચ 7 પૈસા, કેપીટલ ટ્રાન્સફર 3 પૈસા મળી 100 પૈસા.જામનગર મહાનગર પાલિકાની વિવિધ લોન, પાણી ચાર્જ વગેરે મળી અને વ્યાજ સહિત કુલ રૂૂ. 81938.79 લાખની જવાબદારી અને રૂૂ. 63640. 91 લાખનું લેણું બાકી નીકળે છે. આમ માથા દીઠ આવક રૂૂ. 6906 ની છે. જ્યારે માથાદીઠ દેવુ રૂૂ. 13440 નું છે.આમ આજે કરદર વધારા વગરનું અંદાજપત્ર રજુ થયું છે હવે તેમાં સુધારા-વધારા સૂચવી સામાન્ય સભા સમક્ષ રજુ થશે.
રણમલ તળાવનો વિકાસ, ગંદા પાણીના નિકાલ માટે 110 કરોડ
રણમલ તળાવ ફેસ-રના ડેવલોપમેન્ટ માટે રૂા.3પ કરોડ ના સરકારની અમૃત યોજનાની ગ્રાન્ટ અન્વયે કામનું આયોજન માંડવી ટાવરનું રેસ્ટોરેશન, ઈ.બસ સેવા વધારવા શહેરના માર્ગો રોશનીથી સુશોભિત કરવા, પાંચ મેગાવોટ પાવર ગ્રીન-રીન્યુએબલ એનર્જીથી મેળવવા, ગંદા ઘર વપરાશી પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાસ કરવા માટે 110 કરોડના ખર્ચે એસ.ટી.પી અને પમ્પીંગ સ્ટેશન બનાવવા, આવાસ રી-ડેવલોપમેન્ટ, સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર યોજના અન્વયે સેન્ટી લેન્ડફીલ સાઈટ વિકસાવવા, કમ્પોસ્ટ પ્લાન્ટ વિકસાવવા સહિત મશીનરી વગેરે માટેનું આયોજન પણ ઘડી કાઢવામાં આવ્યું છે. 13 નવી ટીપી સ્કીમના અમલીકરણ, વગેરેનું આયોજન કરાયું છે. આગામી વર્ષમાં રૂા. 794 કરોડના કામોનું આયોજન જાહેર થયું છે. જેમાં ગ્રાન્ટ ઉપ્લબ્ધ થયેથી કામો શરૃ કરાશે.
આવક-જાવકના અંતે રૂા.183.87 કરોડની પુરાંત
ઉઘડતી પુરાંત રૂૂ. 36પ.16 કરોડ, સ્વભંડોળની આવક રૂા.314.14 કરોડ, ગ્રાન્ટની આવક રૂા. 106.86 કરોડ, કેપીટલ સ્વભંડોળની આવક 3પ કરોડ, કેપીટલ ગ્રાંટ આવક રૃા. પ64 કરોડ અનામત આવક રૂા. 41.30 કરોડ અને એડવાન્સ આવક રૂા. 1.10 કરોડ મળી કુલ 106ર. 40 કરોડ અને ઉઘડતી સિલક સહરૂા. 14ર7.પ6 કરોડની આવક સામે ખર્ચના અંદાજમાં મહેસુલી ખર્ચમાં સ્વભંડોળ ખર્ચ રૂા. 36પ.99 કરોડ, ગ્રાન્ટ ખર્ચ રૂા. પપ.01 કરોડ, કેપીટલ સ્વભંડોળ ખર્ચ રૂા. 4પ કરોડ, કેપીટલ ગ્રાન્ટ ખર્ચ રૂા. 7.49 કરોડ, અનામત ખર્ચ રૂા. ર7.40 કરોડ, તેમજ એડવાન્સ ખર્ચ રૂા.1.30 કરોડ મળી કુલ 1ર43.70 કરોડનો ખર્ચ અને રૂા. 183.87 કરોડથી બંધ પુરાંત દર્શાવાઈ છે.