ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં નવરાત્રી દરમિયાન 121 બાઇક ડિટેન, હથિયાર સાથે 4 પકડાયા

11:43 AM Oct 11, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબી શહેરમાં નવરાત્રી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે હેતુથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં અત્યાર સુધીમાં કુલ-121 બાઈક ડીટેન, 19 પીધેલ, ચાર શખ્સોને હથીયાર સાથે ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ નવરાત્રી તહેવાર અનુસંધાને લોકો તહેવાર દરમિયાન ભયમુક્ત રીતે તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે તે માટે મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા પોલીસ પેટ્રોલિંગની કુલ-5 ટીમ દ્વારા ગરબીની મુલાકાત લેવામાં આવી હતી તથા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 3 ઓક્ટોબર થી 10 ઓક્ટોબર સુધીમાં કેફી પીણું પીધેલ-19, નંબર પ્લેટ વગરના તથા મોડિફાઈડ સાયલેસન વગર ન્યુસન્સ ક્રિએટ કરતાં વાહન ચાલકના મોટરસાઇકલ-121 ડિટેઇન કરવામાં આવ્યા હતાં. તેમજ જાહેરમાં હથિયાર સાથે રાખતા ઈસમો વિરુદ્ધ જાહેરનામા ભંગના ચાર ગુન્હા દાખલ કરેલ છે. અને કેફી પીણું પી વાહન ચલાવતાં સાત વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરેલ છે.

Tags :
bikes detainegujaratgujarat newsmorbi news
Advertisement
Advertisement