ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયો

12:45 PM Mar 29, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ખનીજ માફિયાઓના ગુપ્ત સ્થળો સુધી પહોંચ્યુ તંત્ર, લેન્ડગ્રેબીંગ સુધીના તોળાતા પગલા

થાનગઢના જામવાડી ભડુલાની સીમમાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી ઝડપાયા બાદ ત્રણ દિવસ અને રાત સુધી મહેસુલ વિભાગની ટીમે ભારે દોડધામ કર્યા બાદ ઝડપેલો મુદામાલ મામલતદાર કચેરીએ પહોંચાડી રહયા હતા. ત્યારે ખનીજ માફ્યિાઓએ ડુંગરમાં છુપાવેલો વધુ 1200 મેટ્રીક ટન ઝડપ્યો હતો. એવામાં અત્યાર સુધી માત્ર દંડની કાર્યવાહી થતી હતી પરંતુ હવે મહેસુલી રાહે દંડ,શરતભંગ,બોજા,લેન્ડ ગ્રેબિંગ શહિતની કડક કાર્યવાહી શરુ કરી હોવાથી ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખનીજચોરી ઝડપાયા બાદ અત્યાર સુધી માત્ર દંડની કાર્યવાહી થતી હોવાથી ખનિજમાફ્યિાને કોઈનો ડર રહેતો નહોતો.ત્યારે થાનગઢના જામવાડી ભડુંલાની સીમમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણાની મહેસુલી ટીમે મેગા રેડ કરી 247 ખાડામાં કરોડોની ખનીજચોરી ઝડપી હતી.ત્રણ દિવસથી ડેપ્યુટી કલેકટર મકવાણા,થાનગઢ મામલતદાર નિલેશ પટેલ,નાયબ મામલતદાર કરમશીભાઈ ઘીયડ શહિતની મહેસુલી ટીમ સ્થળ ઉપરથી ઝડપેલો કાર્બોસેલ મામલતદાર કચેરીએ પહોચાડી રહ્યા હતા.એવામાં ડુંગર વચ્ચેથી છુપાવેલો સંગ્રહ કરલો 1200 મેં.ટન કાર્બોસેલ મળી આવ્યો હતો.જથ્થાની ચારે તરફ્ તંત્રને ગેર માર્ગે દોરવા કાટા નાખી દેવાયા હતા.આ જથ્થો પણ કબજે લઈ કચેરીએ પહોચાડી દીધો હતો.

બીજી તરફ્ અત્યાર સુધી ખનીજચોરીની રેડ બાદ માત્ર દંડની કાર્યવાહી થતી હતી પરંતુ ડેપ્યુટી કલેકટર મકવાણાના જણાવ્યા અનુસાર હવે દંડતો થશે સાથે શરતભંગ,બોજા,લેન્ડ ગ્રેબીન્ગ શહિતની મહેસુલી રાહે કાર્યવાહી થશે.આમ મહેસુલી ટીમ દ્વારા હવે ખનીજચોરી થયેલ જગ્યાની તપાસ શરુ કરી શખ્સો સુધી પહોચી કાર્યવાહી કરવાની કામગીરી શરુ કરાતા ખનીજ માફ્યિાઓમાં ફ્ફ્ળાટ વ્યાપી ગયેલ છે.

જામવાડી ભડુલાની સીમમાં ખનીજ ચોરી કરનાર શખ્સોની ઓળખ કર્યા બાદ એમની સામે લેન્ડ રેવ્યુ કોડની કલમ 39 એ,43 અને 66 મુજબ મહેસુલી રાહે કાર્યવાહી કરી દંડ, 7-12માં બોજો, શરતભંગ, લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી થશે સાથે ખાનગી માલિકી અને લીઝધારકોની બાજુમાં થયેલ ખોદકામની એમની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરીશું તેમ મામલતદારે જણાવ્યું હતું.

Tags :
Carbocellcrimegujaratgujarat newsThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement