ધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરી
01:27 PM Dec 03, 2025 IST | Bhumika
જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Advertisement
રાજકોટ માં રહેતા અને ધ્રોલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા તેજસભાઈ અનિલભાઈ સોનીએ ધ્રોળ પોલીસમાં જાહેર કરાયા અનુસાર પીજીવીસીએલના વાંકિયા ગામ થી મોરારદાસ ખંભાળિયા ગામ સુધીના વિસ્તારમાં જુદા જુદા 11 જેટલા વિજ થાંભલાઓ પરથી કુલ 1,200 મીટર જેટલા વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું જાહેર કર્યું છે.
અંદાજે રૂૂપિયા 45 હજારની વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે ફરિયાદના અનુસંધાને ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા બનાવના સ્થળે દોડી ગયા છે, અને પંચનામુ વગેરે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement