ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇ

11:49 AM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે. શહેરના જવાહર મેદાનમાં તા.20-9ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે સરકારી વિભાગો અને ભાજપના આગેવાનો ઘાંઘાં થયા છે.

Advertisement

ભાવનગર જિલ્લા અને નજીકના તાલુકા મથકોએથી માણસો લાવવા, લઈ જવા માટે કલેક્ટર કચેરી તરફથી 1300 એસ.ટી. બસોની માંગણી કરવામાં આવતા ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા આઠ ડેપોમાંથી 100 બસની ફાળવણી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અમરેલી 120, જૂનાગઢ 150, રાજકોટ 100, જામનગર 70, અમદાવાદ 100, વડોદરા 100, ભરૂૂચ 50, નડીયાદ 150, મહેસાણા 150, હિંમતનગર 100, પાલનપુર 50 અને ગોધરા વિભાગમાંથી 60 મળી કુલ 1200 બસ પીએમના કાર્યક્રમ માટે ભાવનગર પહોંચશે. એસ.ટી. બસોના શેડયૂલ કેન્સલ કરી કાર્યક્રમ માટે ફાળવવામાં આવતા શનિવારે મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsST Corporation
Advertisement
Next Article
Advertisement